હવામાન વિભાગે કરી મોટી આગાહી- ગુજરાતના આ શહેરોમાં ગરમીનો પારો 45-48ને પાર પહોંચી જશે

એપ્રિલ(April)ની શરૂઆતમાં જ ગરમીના મોજાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દેશના અનેક શહેરોમાં રેકોર્ડ ગરમી પડી રહી છે. શુક્રવારે રાજસ્થાન(Rajasthan)નો અલવર જિલ્લો દેશમાં સૌથી…

એપ્રિલ(April)ની શરૂઆતમાં જ ગરમીના મોજાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દેશના અનેક શહેરોમાં રેકોર્ડ ગરમી પડી રહી છે. શુક્રવારે રાજસ્થાન(Rajasthan)નો અલવર જિલ્લો દેશમાં સૌથી ગરમ રહ્યો, અહીં ગરમીએ પોતાનો રેકોર્ડ બનાવ્યો અને 8,10 એપ્રિલે અહીંનું તાપમાન(Temperature) 45 ડિગ્રીને પાર કરી ગયું છે. અલવરમાં ગઈકાલે 45.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના આઠ શહેરો દેશના ટોપ 10 ગરમ શહેરોમાં સામેલ છે. હરિયાણા, યુપી અને ઝારખંડના 17 શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. પાકિસ્તાન તરફથી આવતા સૂકા અને ગરમ પવનોને કારણે હવામાન વિભાગે રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં તાપમાન 47 ડિગ્રી સુધી જઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરવમાં આવેલ આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની છે. આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જયારે મોરબી, જૂનાગઢ અને કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. આવતીકાલે રવિવારે અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અલર્ટ અપાયું છે. તેમજ આવતીકાલે પાટણ, ગાંધીનગર, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રાજસ્થાનના પાંચ જિલ્લામાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવનાને જોતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ દેશની રાજધાની દિલ્હીમાં પણ તાપમાન સતત વધી રહ્યું છે. શુક્રવારે ઘણી જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. શનિવારે દિલ્હીમાં તીવ્ર ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

અલવર જિલ્લો દેશમાં સૌથી વધુ ગરમ: 
રાજસ્થાનના અલવર જિલ્લામાં દેશમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. ત્યાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ બીકાનેર 44.7 ડિગ્રી સાથે દેશનું પાંચમું સૌથી ગરમ શહેર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ રાહત મળવાની આશા નથી. રાજ્યમાં હજુ થોડા દિવસ સુધી તીવ્ર ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માનું કહેવું છે કે 11 પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આ દરમિયાન શુક્રવારે લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *