થોડા જ સમયમાં બોર્ડની પરિક્ષા આવવાની છે અને હાલ બધા જ વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા લાગ્યા છે. પરંતુ કોરોનાના કારણે ઘણા વિદ્યાર્થીઓને ભણવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને ઘણા વિદ્યાર્થીઓએ દબાણ અને તણાવમાં આવીને ન ભરવાના પગલા પણ ભર્યા છે. હાલ આવી જ એક ઘટના અહિયાં સામે આવી છે. 12મા ધોરણની વિદ્યાર્થીનીએ તળાવમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તળાવના બીજા છેડે બેઠેલા મરજીવાને કંઈપણ સમજાય તે પહેલાં જ તે વિદ્યાર્થીનીએ તળાવમાં છલાંગ લગાવી દીધી. જોકે, ડાઇવર્સની તાકીદને કારણે વિદ્યાર્થીને સમયસર બચાવી લેવામાં આવી હતી.
જ્યારે ડાઇવર્સે તેને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ પૂછ્યું કે, તેણે કેમ આવું પગલું ભર્યું, ત્યારે વિદ્યાર્થીની હાથ જોડીને કહેવા લાગી કે, અભ્યાસને કારણે તેના પર ખૂબ દબાણ છે. તેણે કહ્યું કે, ગઈકાલે તેની એક પરીક્ષા ખરાબ ગઈ. જેના કારણે તેણી દબાણમાં હતી અને વિચારવા લાગી હતી કે, લોકો તેના માતાપિતાને શું કહેશે? ફક્ત આને કારણે જ તેણે આવું પગલું ભર્યું હતું.
પોલીસને બાતમી મળતા પોલીસ યુવતીને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગઈ છે. તેના પરિવારજનોને પણ અહીં બોલાવવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, તેના પર કોઇ તણાવ નથી અને પરિવાર તરફથી પણ તેને કોઈ પ્રકારનો ત્રાસ આપવામાં આવતો નથી. પરંતુ તે ભણવામાં કમજોર છે. તેથી તેણે આવું પગલું ભર્યું, જેથી માતાપિતાનું સન્માન બગડે નહીં.
તે જ સમયે, પોલીસનું કહેવું છે કે માતા-પિતાના આવ્યા પછી યુવતીને તેના હવાલે કરવામાં આવશે. આ સાથે, યુવતી અને તેના માતાપિતાની કાઉન્સલિંગ પણ કરવામાં આવશે. જેથી યુવતીને રાહત મળે અને તે ફરીથી આવા પગલા ભરે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle