ભાજપના આ પૂર્વ ધારાસભ્યએ હાથમાં બંદુક પકડીને કહ્યું ઘણા ને ઉડાડવાના છે પણ… -જાણો વિગતવાર

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર નાથે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર સાથે જે કેપ્શન પણ લખ્યું છે તેને લઈને વિરોધી પક્ષ તેના વિશે આક્રમક બની ગયો છે. સુરેન્દ્ર નાથે હાથમાં રાઈફલ પકડીને તસવીર શેર કરી છે.

પૂર્વ ધારાસભ્યએ પોતાની તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, “ઉડાડવાના તો ઘણાને છે પરંતુ હું એ નક્કી કરવામાં અસમર્થ છું કે પહેલા કોને મારું.” ભાજપના નેતાની આ સોશિયલ મીડિયા પોસ્ટ પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાએ આ મુદ્દે ટવીટ કરીને લખ્યું કે આ ભાજપ સરકારનો સુશાસન છે? ગુંડા વિરોધી અભિયાન છે..?

કોંગ્રેસ નેતાએ લખ્યું છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર નાથ સિંહના હિંસક વિચારો પર નજર નાખો. પહેલા ખુલ્લેઆમ ગુંડાગીરી, વેલેન્ટાઇન ડે પર કેફેમાં તોડફોડ અને હવે હાથમાં બંદૂક વડે મારી નાખવાની ધમકી …?

તમને જણાવી દઈએ કે, વેલેન્ટાઇન ડે નિમિત્તે ભાજપના નેતા સુરેન્દ્ર નાથ અને તેમના સમર્થકોએ ભોપાલના કમલા પાર્કમાં હૂકા લાઉન્જમાં તોડફોડ કરી હતી. જે બાદ ભાજપના નેતા અને તેમના છ ટેકેદારોને જેલમાં જવું પડ્યું હતું.

ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર નાથ સિંહ પણ થોડા વર્ષો પહેલા વિવાદમાં આવ્યા હતા. જ્યારે તેમણે ભૂતપૂર્વ સીએમ કમલનાથનું લોહી શેરીઓમાં વહાવવાની વાત કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ગુમઠી ઉદ્યોગપતિઓના અતિક્રમણને હટાવવા કાર્યવાહી કરી રહી હતી, ત્યારે સુરેન્દ્રનાથસિંહે ગુમઠી ઉદ્યોગપતિઓના સમર્થનમાં આ નિવેદન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *