એક યુવતી રસ્તા વચ્ચે યુવાનને લાકડી વડે માર મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી અને તેની સાથે ચાલતા એક છોકરો અને એક છોકરી તેના ભાઇ-બહેન હોવાનું બહાર આવ્યું હતું. તે બંને જણાવી રહ્યા હતા કે, છોકરો આ છોકરીની છેડતી કરતો હતો. પરંતુ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ આખી વાસ્તવિકતા સામે આવી હતી.
ગંજબાસોદા ટીઆઈ મુજબ પ્રેમ સંબંધના મામલે છોકરાને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષે પોલીસ મથકે આવીને મામલો શાંત પાડ્યો છે.
ગંજાબાસોદાની શેરીઓમાં હુમલો જોયેલા દરેક વ્યક્તિ કહેતા હતા કે, યુવતી રસ્તે વચ્ચે એક યુવકને લાકડી વડે મારતા મારતા લઇને જઈ રહી હતી. તે દરમિયાન, તેનો ભાઇ જે છોકરી સાથે ચાલતો હતો તેણે પણ છોકરાને પટ્ટા વડે જબરદસ્ત માર માર્યો હતો.
સિટી પોલીસ મથકના ટીઆઈ સુમી દેસાઇએ જણાવ્યું હતું કે, 20 વર્ષીય યુવતીના ભાઈ અને બહેન તેમના પ્રેમના સંબંધ અંગે તેઓને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. બંને છોકરા છોકરી પુખ્ત વયના છે અને બંને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધમાં છે. રવિવારે યુવતી છોકરાના ઘરે પહોંચી હતી, જ્યારે બંનેના પરિવારજનોને તેમના અફેરની જાણ થઈ હતી ત્યારે આ ઘટના બની હતી.
આ અંગે જાણવા મળ્યું હતું કે, ઘટના બાદ છોકરા અને છોકરીના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, યુવતી છોકરા સામે કોઈ કાર્યવાહી નહીં કરવા અંગે મક્કમ રહી હતી. જેના પર બંનેના પરિવારજનોને સમજાવ્યા બાદ ઘરે મોકલી દેવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle