ભાજપ નેતાની ૧૬ વર્ષીય દીકરી સાથે હૈવાનિયતની તમામ હદો પાર કરી નરાધમોએ આંખો ફોડી ઝાડ પર લટકાવી દીધી

Published on: 2:31 pm, Thu, 10 June 21

હાલ કોરોનાના કેસ પણ ઘટી ગયા પરંતુ દેશમાં બળાત્કારની સંખ્યામાં દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ દેશની કેટલીય દીકરીઓ પણ નરાધમો પોતાની હવસ ઉતારી રહ્યા છે, તેમછતાં તંત્ર દ્વારા આ નરાધમોને કોઈ સજા મળતી નથી અને ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. હાલ આવા એક સમાચાર સામે આવ્યા છે, જેમાં એક યુવતી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી, પોતાની બધી હવસ ઉતારી યુવતીની દર્દનાક હત્યા કરી હતી.

હાલમાં જ એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં દરિંદોએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી હતી. ૧૬ વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજારી નરાધમોએ દીકરીને દર્દનાક મોત આપ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભાજપના સ્થાનિક નેતાની દીકરી સાથે બળાત્કાર ગુજારી નરાધમોએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સૌથી પહેલા તો નરાધમોએ પોતાની બધી હવસ ઉતારી અને ત્યારબાદ અધમુઈ હાલતમાં પડેલી દીકરીની આંખો કાઢી નાખી હતી. અને અંતે આત્મહત્યા બતાવવા લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. આ ઘટનાના આરોપીની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે, હવે જોવાનું એ છે કે, આવી ક્રુરતા આચરનાર નરાધમને તંત્ર શું સજા આપે છે?

સુત્રોએ જણાવ્યું છે કે, આ ઘટના ૭ જુનના રોજ ઘટી હતી. પીડિતા સવારના સમયે અંદાજે ૧૦ વાગ્યાની આસપાસ બહાર ગઈ હતી અને લાંબા સમય પછી પણ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરુ કરી હતી. ઘણી શોધખોળ પછી પણ દીકરીની કોઈ જાણકારી ન મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ કામે લાગી હતી. લાંબી શોધખોળ બાદ બુધવારના રોજ પોલીસને ૧૬ વર્ષીય દીકરીની લાશ મળી આવી હતી.

સુત્રોએ જણાવ્યું છે કે, આ ઘટના ૭ જુનના રોજ ઘટી હતી. પીડિતા સવારના સમયે અંદાજે ૧૦ વાગ્યાની આસપાસ બહાર ગઈ હતી અને લાંબા સમય પછી પણ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરુ કરી હતી. ઘણી શોધખોળ પછી પણ દીકરીની કોઈ જાણકારી ન મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ કામે લાગી હતી. લાંબી શોધખોળ બાદ બુધવારના રોજ પોલીસને ૧૬ વર્ષીય દીકરીની લાશ મળી આવી હતી.

૧૬ વર્ષની દીકરી જંગલની વચ્ચે ઝાડ સાથે મૃત હાલતમાં લટકી રહી હતી. આ દ્રશ્યો જોઇને પરિવારજનો સહીત પોલીસના પગ તળેથી જમીન સરકી હતી. દીકરીનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં દુઃખનો માહોલ છવાયો હતો. મૃતક યુવતીના પિતા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેમને ચાર દીકરી અને એક પુત્ર છે. અને સૌથી મોટી દીકરીની આ હત્યારાઓએ હત્યા કરી છે.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેઓએ સ્થળ પરથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. તે મોબાઇલ ફોનના આધારે પ્રદીપ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ઓફિસર અશોક કુમારે જણાવ્યું હતું કે, ‘પીડિતાના પરિવારજનોએ ગુમ થયા અંગે ગુમ થયેલો કેસ નોંધાવ્યો હતો. પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા લાગે છે કે સૌથી પહેલા તો તેની હત્યા કરી અને પછી, ખૂનીએ તેને આત્મહત્યા દેખાડવા તેને ઝાડ પર લટકાવી દીધી હતી.’ મળતી માહિતી અનુસાર આ ઘટના ઝારખંડની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.