મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)માંથી અકસ્માત(Accident)નો એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારમાં ચાર લોકો એકસાથે મૃત્યુ(Four people in the same family die together) પામે, તો આનાથી વધુ દુ:ખદ કંઈ હોઈ શકે નહીં. જાણવા મળ્યું છે કે, અહીં એક વૃદ્ધ પિતા(Old father)એ પોતાના જ પરિવારના ચાર સભ્યોના અંતિમ સંસ્કાર કર્યા હતા. જ્યારે એક જ ઘરમાંથી 4 લોકોની અર્થી ઉઠી ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. માત્ર સંબંધીઓ જ નહીં પણ પડોશના લોકો પણ ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા.
મળતી માહિતી મુજબ, રીવા જિલ્લાના સિંગલ કિટવારીયા બાયપાસ પર એક ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેમને રાયસેન જિલ્લાના સુલતાનપુર મોકલવામાં આવ્યા હતા. લાંબી રાતના કારણે અંતિમ સંસ્કાર થઈ શકે તેમ નહોતા માટે બે દિવસ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન, એક વૃદ્ધ પિતાએ તેના ધ્રૂજતા હાથથી બે યુવાન પુત્રોને અગ્નિદાહ આપ્યો. આ દયનીય દૃશ્ય જોઈને ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. મૃતકોના નામ વિનોદ વંશકર (27), શશી વંશકર (50), મયંક (16) અને વૈશાલી વંશકર (16) છે. જાણવા મળ્યું છે કે, આ તમામ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી રાખ વિસર્જન કરીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન, તેમની ટવેરા કારનો રીવાના ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો ટવેરા અને ટ્રક ભયંકર રીતે ટકરાયા હતા, જેના કારણે કારમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્ય હતા.
પરિવારના સભ્યોને મોતની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ખાસ કરીને ઘરના વૃદ્ધ પિતા એક પળમાં એકલા પડી ગયા હતા. તેમણે પોતે જ તેમના બે પુત્રોના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ અકસ્માત બાદ માત્ર પીડિત પરિવારનું ઘર જ નહીં, પરંતુ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ દરમિયાન, વૃદ્ધ પિતા પાસે આવીને લોકો સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.