એક ગુનામાં 5 મહિનાની એક ગર્ભવતી મહિલા સાથે ગેરવર્તણૂકનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાનો પતિ તેને બીજા યુવક પાસે મુકીને જતો રહ્યો હતો. તે વાતથી નારાજ મહિલાના સાસરી પક્ષ દ્વારા તેનુ સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહિલાના ખભે એક છોકરાને બેસાડીને તેને 3 કિમી સુધી ગંદા રસ્તા પર ઉઘાડા પગે ફેરવી હતી. આખા રસ્તે આ મહિલનાને ડંડા અને પથ્થરથી માર મારવામાં આવ્યો હતો.
પોલીસ રેકોર્ડ પ્રમાણે ઘટના 9 ફેબ્રુઆરીની છે. પરંતુ સોમવારે એટલે કે, 15 ફેબ્રુઆરીએ આ ઘટનાની તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતાં. પોલીસ દ્વારા આ કેસમાં કોઈ ચોક્કસ તપાસ કરવામાં આવી નથી. આરોપી સસરા, જેઠ અને દિયર સામે ફક્ત કેસ દાખલ કરીને તેમને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દેવામાં આવ્યા છે.
મહિલા ગુનાના બાંસખેડી ગામમાં રહેતી હતી. તેણે જણાવ્યું કે, બે મહિના પહેલાં પતિ સીતારામ મને સાંગઈ ગામમાં ડેમાના ઘરે છોડીને ઈન્દોર જતા રહ્યા હતાં. જતી વખતે તેમણે કહ્યું હતું કે, હું હવે તને નહીં રાખી શકુ, તુ ડેમાં સાથે જ રહેજે. 6 ફેબ્રુઆરીએ મારા સસરા ગુનજરિયા વારેલા, જેઠ કુમાર સિંહ, કેપી સિંહ અને રતન આવ્યા અને મને ઘરે આવવા જણાવ્યું.
આ દરમિયાન મેં ના પાડી તો મને મારવા લાગ્યા. ખભા ઉપર ગામના એક છોકરાને બેસાડી દીધો અને મને સાંગાઈથી બાંસખેડી 3 કિમી ઉઘાડા પગે ચલાવવામાં આવી. મારા પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે તેમ છતા સસરા અને જેઠ મને ઘસેડતા જ રહ્યા. આ ઉપરાંત ડંડા, પથ્થર અને ક્રિકેટ બેટથી પગમાં મારતા રહ્યા. આ દરમિયાન મારા પતિનો ફોન પણ આવ્યો. તેણે બધાને મને છોડી દેવાની વાત કરી પણ કોઈએ તેની વાત ન માની.
A married tribal woman in Guna was beaten up, shamed and forced to carry her relatives on her shoulders as punishment @ndtv @ndtvindia @NCWIndia @sharmarekha @ChouhanShivraj @drnarottammisra @OfficeOfKNath @manishndtv @GargiRawat @vinodkapri @rohini_sgh pic.twitter.com/H8ZJL8m86g
— Anurag Dwary (@Anurag_Dwary) February 15, 2021
પોલીસે આરોપીઓ સામે કલમ 294, કલમ 323, કલમ 506 હેઠળ કેસ નોંધ્યા છે. આ દરેક કલમો જામીનપાત્ર છે. તેમાં ત્રણ મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજા છે. ગુનાના એસપી રાજીવ કુમાર મિશ્રા દ્વારા જણાવ્યું કે, ઘટના મે પદભાર સંભાળ્યો તે પહેલાં થઈ છે. હવે અમે આ કેસમાં કડક કલમો લગાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle