આ કારણે હેવાન પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને રસ્તા વચ્ચે પછાડી પછાડીને માર્યો ઢોર માર- વિડીયો જોઈ કાળજું કંપી ઉઠશે

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રીવા(Rewa) જિલ્લામાં, 19 વર્ષની છોકરીને તેના પ્રેમી દ્વારા ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો(Viral video) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ ચર્ચામાં છે. આ મામલો મૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં આ કેસમાં એક આરોપી કસ્ટડીમાં છે. અધિક પોલીસ અધિક્ષક અનિલ સોનકરે મૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાયરલ થયેલા લડાઈના વિડીયો અંગે માહિતી આપી હતી.

તેણે જણાવતા કહ્યું હતું કે, યુવક અને યુવતી લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. યુવક યુવતી સાથે લગ્ન કરીને તેની સાથે જવાની જીદ કરી રહ્યો હતો. પરંતુ યુવતીના સંબંધીઓ ના પાડી રહ્યા હતા, જેના કારણે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી, તો યુવક ગુસ્સે થઈ ગયો અને તેની પ્રેમિકાને માર માર્યો હતો.

આ લડાઈનો વિડીયો તેના એક સાથીએ બનાવ્યો હતો, તેના મિત્રના ના પાડવા છતાં તેણે તે વિડીયો વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલાની નોંધ લીધી અને એક આરોપીને કસ્ટડીમાં લીધો, પોલીસ બાકીનાને શોધી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં તેઓ બાકીનાને પણ પકડી લેશે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક પહેલા ગર્લફ્રેન્ડને જોરથી થપ્પડ મારે છે, પછી તેને જમીન પર પછાડે છે અને લાતો અને મુક્કાઓથી જોરદાર માર મારે છે, લડાઈ દરમિયાન ગર્લફ્રેન્ડ બેહોશ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી યુવતી બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે પડી રહી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ ડાયલ 100 પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ અને કેસ દાખલ કર્યો હતો. હુમલો કરનાર વ્યક્તિ મૌગંજના ખેરા ગામનો રહેવાસી છે જ્યારે યુવતી અન્ય ગામની છે. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને છોકરાએ છોકરીને માર માર્યો હતો.

ઘટનાસ્થળે હાજર લોકોએ 100 નંબર ડાયલ પોલીસને જાણ કરી, જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવક અને યુવતીને પોતાની સાથે લાવી હતી. જે ​​બાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી. યુવતીની માતા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *