ભારતનું હ્રદય ગણાતા મધ્યપ્રદેશમાં કમલનાથણી સરકાર ગંભીર સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને પાર્ટીથી રાજીનામું આપી દીધું હતું. જ્યોતિરાદિત્યએ ભલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ધારણ કર્યો હોય પરંતુ હજુ તેમની સફર એટલી સરળ નથી.
જયોતિરાદિત્ય સિંધિયાએ અંદાજે 18 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા પછી આજે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. સાથે-સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં રહીને તે લોકોની સેવા કરી શકતા નહોતા. સિંધિયાએ જણાવતા કહ્યું કે, ‘હું કાર્યકર્તાઓની આકાંક્ષો પર ખરો ઉતરી રહ્યો નહોતો, હવે નવી શરુઆત કરવા જઈ રહ્યો છું.’ રસપ્રદ વાત તો એ રહી કે જ્યોતિરાદિત્યએ નવ માર્ચના રોજ રાજીનામું આપ્યું હતું અને હવે તેની જાહેરાત કરી છે.
એક રિપોર્ટ મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે અને તેમને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવશે. સિંધિયા બુધવારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્યને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ આપવામાં આવી શકે છે. જોકે, કેટલાક સૂત્ર એ પણ દાવો કરી રહ્યા છે કે સિંધિયાને રાજ્યમાં ડેપ્યુટી સીએમ બનાવી શકાય છે. જોકે, એક્સપર્ટ્સનું માનવું છે કે મધ્યપ્રદેશ બીજેપીમાં સિંધિયાનો રસ્તો લાગે તેટલો સરળ નથી.
એક્સપર્ટના ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં કોંગ્રેસમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવનાર જ્યોતિરાદિત્ય બીજેપીમાં પોતાની ઓળખ ગુમાવી શકે છે. તેમને યશોધરા રાજે સિંધિયા તરફથી બીજેપીના કેન્દ્રિય નેતૃત્વની વાત માનવી પડશે. જ્યોતિરાદિત્યના ગ્વાલિયર ક્ષેત્રના 18 ધારાસભ્ય છે અને આ દરેક ધારાસભ્ય બીજેપી વિરુદ્ધ ચૂંટણી લડીને જીત્યા છે. હવે જ્યારે આગામી ચૂંટણીમાં બીજેપીને આ સિંધિયા સમર્થક ધારાસભ્યોને ટિકિટ આપવી પડશે. જે બિલકુલ સરળ નથી.
એક્સપર્ટ્સે જણાવતા કહ્યું કે મધ્ય પ્રદેશમાં બીજેપી નેતાઓનો સમુદ્ર છે. જ્યાં જ્યોતિરાદિત્યને કોઈ મહત્વની જવાબદારી મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આથી સિંધિયા માટે કેન્દ્ર સરકારમાં મંત્રી પદ અને રાજ્યસભાની સદસ્યતા લેવી જ સૌથી ઉત્તમ વિકલ્પ હશે. તેમના સમર્થકોને મધ્યપ્રદેશની બીજેપી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. એક્સપર્ટ્સ અનુસાર જ્યોતિરાદિત્યની ફોઈ યશોધરા રાજે સિંધિયા શિવપુરી વિસ્તારમાંથી ધારાસભ્ય છે પરંતુ પાર્ટીમાં તેમનું મહત્વ ખાસ નથી.
એવું કહેવામાં પણ આવે છે કે કેન્દ્રિય નેતૃત્વના કહેવા પર ભલે મધ્યપ્રદેશ બીજેપી જ્યોતિરાદિત્યને સ્વીકાર કરી લે પરંતુ ભગવા પાર્ટીના નેતા મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી સિંધિયાને ચાલવા દેશે, તેમાં શંકા છે. નરેન્દ્ર તોમર, જયભાણસિંહ પવૈયા, અટલ બિહારી વાજપેયીના ભત્રીજા અનુપ મિશ્રા, બીડી શર્મા, અરવિંદ ભદૌરિયા, નરોત્તમ મિશ્રા આ દરેક ગ્વાલિયર ક્ષેત્રમાંથી જ બીજેપીના નેતા છે અને સિંધિયાના વિરોધી માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.