ગટરલાઈન સાફ કરવા 30 ફૂટ ઊંડે ઉતરેલા મજૂરોનું ઝેરી ગેસથી ગૂંગળાઈને નીપજ્યું કમકમાટીભર્યું મોત

મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સિંગરૌલી(Singrauli)માં ગટર લાઈન સાફ કરવા આવેલા ત્રણ મજૂરોનું ઝેરી ગેસ(Toxic gas)ના કારણે ગૂંગળામણ(Suffocation)થી મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવારે સાંજે 5…

મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સિંગરૌલી(Singrauli)માં ગટર લાઈન સાફ કરવા આવેલા ત્રણ મજૂરોનું ઝેરી ગેસ(Toxic gas)ના કારણે ગૂંગળામણ(Suffocation)થી મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બૈધન-કાચણી મુખ્ય માર્ગ પર બની હતી. કામદારો લગભગ 30 ફૂટ ઊંડા ગટરમાં ઉતરી ગયા હતા. લગભગ બે કલાકની મહેનત બાદ, CISFએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, કાચણીમાં શહેરી વિસ્તારમાં બાંધકામ હેઠળની ગટર લાઈનની સફાઈ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે. KK સ્પન કંપની દ્વારા બાંધકામ કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે સાંજે 4 વાગ્યાની આસપાસ બે મજૂરો ગટર લાઇનમાં નીચે ઉતર્યા હતા. બહારથી એક કામદાર તેનું લોકેશન માટે હાજર હતો.

લાંબા સમય પછી, જ્યારે બંને કામદારો તરફથી કોઈ જવાબ મળ્યો નહી ત્યારે તેઓ પોતે તેમને જોવા માટે પાઇપલાઇનમાં નીચે ઉતર્યા. જ્યારે તેની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, ત્યારે સાથે કામ કરતા લોકોએ બુમાબુમ કરી. ત્યારબાદ આ અંગે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને માહિતી આપવામાં આવી હતી. આ ઘટનામાં મજૂર કન્હૈયાલાલ યાદવ, નરેન્દ્ર કુમાર રજક અને ઈન્દરબહેન સિંહનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં, અધિક કલેક્ટર ડીપી બર્મન અને એસડીએમ ઋષિ પવાર સૌથી પહેલા પહોંચ્યા. NTPC તરફથી CISFની ટીમને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાકની જહેમત બાદ ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે કંપની વિરુદ્ધ કલમ 304, 34 હેઠળ કેસ નોંધ્યો છે.

પરિવારે કંપની KK સ્પન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. કંપનીએ કામદારોને સલામતીના સાધનો પણ આપ્યા નથી. આ પહેલા પણ બેદરકારીને કારણે મજૂરનું મોત થયું હતું. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરવિંદ સિંહ ચંદેલે મૃતકોના પરિવારજનોને 15 લાખ રૂપિયા વળતર અને નોકરી આપવાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *