દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી (inflation)ને કારણે સામાન્ય જનતા ખુબ જ પરેશાન થઈ રહી છે. ત્યારે આવી સ્થિતિમાં ધોરણ 1માં ભણતી છ વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને મોંઘવારીને લઇને પડી રહેલી “મુશ્કેલી” વિશે પત્ર લખ્યો છે. આ બાળકીએ હિન્દી (Hindi)માં પત્ર લખ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા (Social media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ બાળકી ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના છિબ્રામાઉ શહેરની રહેવાસી છે. તેણે પત્રમાં લખ્યું છે કે, ‘વડાપ્રધાનજી, મારું નામ કૃતિ દુબે છે. હું ધોરણ એકમાં ભણું છું. મોદીજી તમે બહુ મોંઘવારી કરી છે. પેન્સિલ રબર મોંઘા થઈ ગઈ છે. અને મેગીના ભાવમાં વધારો થયો છે. હવે મારી માતા મને પેન્સિલ માંગુ તો ગુસ્સો કરે છે. હું શું કરું? મારી પેન્સિલ ચોરાય જાય તો મમ્મી મને મારે છે.’
કૃતિ દુબેનો આ પત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો:
નાનકડી બાળકી દ્વારા હિન્દી ભાષામાં લખાયેલો આ પત્ર સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અંગે છોકરીના પિતા વિશાલ દુબે કે જેઓ વકીલ છે, તેમણે કહ્યું, “આ મારી દીકરીની ‘મન કી બાત’ છે. તાજેતરમાં જ જ્યારે તેની માતાએ તેને સ્કૂલમાં પેન્સિલ ગુમ થવા પર ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગઈ.”
વાયરલ થઈ રહેલા આ પત્ર પર છિબ્રામૌના એસડીએમ અશોક કુમારેની નજર પડી હતી. તેથી તેમણે પત્રકારોને જણાવ્યું છે કે, તેમને આ નાની બાળકીના પત્ર વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાણ થઈ. હું આ બાળકીને ગમે તે રીતે મદદ કરવા તૈયાર છું અને તેનો પત્ર સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.