આપણો ભારત દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો થી પરીપૂર્ણ દેશ છે. ભારત દેશમાં ખૂણે-ખૂણે તમને દેવી-દેવતાઓ ના મંદિરો જોવા મળશે. શાસ્ત્રો મા એવુ પણ જણાવ્યુ છે કે, ત્રીદેવો મા ના એક દેવ પ્રભુ ભોળાનાથ એ સર્વ દેવગણો મા અત્યંત ઝડપી પ્રસન્ન થનારા દેવ છે અને તમે શાસ્ત્રો મા આ વિશે ની અનેક ગાથાઓ પણ સાંભળી હશે. એવી માન્યતાઓ છે કે, પ્રભુ શિવ ને પ્રસન્ન કરવા અત્યંત સરળ છે. જે વાત દરેક વય્ક્તિ જાણે છે.
જે વય્ક્તિ સાચા હ્રદય થી પ્રભુ ને યાદ કરે છે, તેની અવાજ પ્રભુ ભોળાનાથ અવશ્ય સાંભળે છે અને તેની તમામ સમસ્યાઓ દૂર કરે છે તથા તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તમે પ્રભુ શિવ સાથે સંકળાયેલી અનેક વિધ ગાથાઓ સાંભળી હશે. પરંતુ, હાલ તમને એક એવી ગાથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પ્રભુ શ્રી હનુમાનજી સાથે સંકળાયેલી છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ભગવાન શંકરે કુલ ૧૨ રુદ્ર અવતાર લીધા હતા. આ દરેક અવતારો મા હનુમાનજી ને સર્વશ્રેષ્ઠ અવતાર માનવા મા આવે છે. આમ તો શાસ્ત્રો મા હનુમાનજી ના જન્મ સાથે ઘણી ગાથાઓ સંકળાયેલી છે. શાસ્ત્રો અનુસાર માનવામા આવે તો પ્રભુ શ્રી હનુમાનજી ના જન્મ સાથે બે તિથિઓ સંકળાયેલી છે. એવુ કહેવાય છે કે માતા અંજની એ પ્રભુ શિવ ની ઘોર તપસ્યા કરી અને જેના ફળ સ્વરૂપે ભગવાન શિવ હનુમાનજી રૂપે અવતાર ધરી તેમને ત્યા જન્મે છે.
ત્યારે વળી બીજી એક ગાથા એવી પણ છે કે, પ્રભુ શિવ પવનદેવ ના સ્વરૂપ મા જઈ ને પોતાની રૂદ્ર શક્તિ નો અંશ યજ્ઞકૂંડ મા અર્પિત કર્યો હતો. જે મા અંજની ના ગર્ભ મા પ્રવેશી ગયો હતો અને ચિત્ર શુકલ પક્ષ ની પૂનમે મહાબળશાળી હનુમાનજી નો જન્મ થયો હતો. આ ગાથા ખૂબ જ પ્રસિધ્ધ છે અને વિશ્વ ના તમામ લોકો આ બાબત પર અતુટ વિશ્વાસ પણ કરે છે. આ ગાથા અનુસાર પ્રભુ શિવજીએ જેમ હનુમાનજી નો અવતાર લીધો હતો તેવી જ રીતે રાવણ ના સંહાર કરવા માટે પ્રભુ નારાયણે શ્રીરામ નો અવતાર લીધો હતો. ભગવાન શ્રી રામ ની સેવા કરવા માટે બધા જ દેવી-દેવતાઓ એ અનેકવિધ અવતાર ધારણ કર્યા હતા. જેમા પ્રભુ શિવજીએ હનુમાનજી સ્વરૂપે રૂદ્ર અવતાર ધારણ કર્યો. શાસ્ત્રો મા એવો ઉલ્લેખ થયેલો છે એ પ્રભુ શિવ ને પ્રભુ નારાયણ ના સેવક બનવા નુ વરદાન પ્રાપ્ત થયુ હતુ. માટે પ્રભુ શિવ હનુમાન સ્વરૂપે પ્રભુ શ્રી વિષ્ણુ ના અવતાર શ્રી રામ ના સેવક બની ને આવ્યા હતા અને રાવણ સાથે ના યુધ્ધ મા હનુમાનજી એ પ્રભુ શ્રીરામજી ની દરેક વખતે સહાયતા કરી હતી.
ભગવાન શ્રી મહાબલી હનુમાનજી ને અમર દેવતા પણ ગણવા મા આવે છે. એવુ કહેવાય છે કે, જે શ્રધ્ધાળુઓ પોતાની સાચી ભક્તિ થી પ્રભુ શ્રી હનુમાનજી નુ પૂજન-અર્ચન કરતા હોય તેમના પર હનુમાનજી ની કૃપાદ્રષ્ટિ સદાય ને માટે બની રહે છે. આ ઉપરાંત પ્રભુ શ્રી હનુમાનજી ને સંકટમોચન તરીકે પણ ઓળખવા મા આવે છે જે તમારા જીવન ની સર્વ સમસ્યાઓ દૂર કરી દે છે. જે લોકો સાચા મન થી અને સાચા હ્રદય થી પ્રભુ શ્રી હનુમાનજી ની ભક્તિ કરે છે બજરંગબલી હંમેશા તે લોકો ની વિકટ પરિસ્થિતિ મા તેમનુ રક્ષણ કરે છે. વર્તમાન સમય મા પણ પ્રભુ શ્રી હનુમાનજી પર અતૂટ વિશ્વાસ ધરાવનારા ભક્તો ની સંખ્યા બહોળા પ્રમાણ મા છે તથા ગંભીર પરિસ્થિતિ મા સૌ કોઈ સમસ્યા નુ નિવારણ લાવવા માટે પ્રભુ શ્રી હનુમાનજી નુ જ સ્મરણ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.