ઉત્તર પ્રદેશ રાજ્યનાં નોઈડામાં બનનારી નવી મુવી સિટીને લઈને રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ મહારાષ્ટ્ર રાજ્યનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામ સામે આવ્યા છે. યોગી આદિત્યનાથનાં મુંબઈ પ્રવાસે છે તેમજ અહીંયા તેઓ મુવી સિટીમાં રોકાણ કરવા માટે ઈચ્છુક રોકાણકારોની સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. જ્યારે બીજી તરફ મુંબઈ શહેરને માયાનગરીની ઓળખ અપાનવારી મુવી સિટીનો ગરાસ લુંટાવવાનાં ડરે ઉદ્ધવ ઠાકરે ખુબ જ નારાજ છે તેમજ ખુલ્લેઆમ ધમકી આપે છે.
ઈન્ડિયન મર્ચન્ટ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સમાં બોલી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય એક ચુંબકીય રાજ્ય છે. ઉદ્યોગપતિઓમાં મહારાષ્ટ્ર રાજ્યનું આકર્ષણ આજ રોજ પણ કાયમ છે. રાજ્યમાંથી કોઈ ઉદ્યોગ બહાર જશે નહિ, પરંતુ અન્ય રાજ્યોનાં ઉદ્યોગપતિઓ પણ ઉદ્યોગો સ્થાપવા માટે મહારાષ્ટ્રમાં આવશે. રાજ્યનાં બધા ઉદ્યોગો રાજ્યમાં જ રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ ધમકીભર્યા અવાજમાં યોગી આદિત્યનાથને કહ્યું હતું કે, સ્પર્ધા રાખવી એ ખુબ જ સારી બાબત છે, પરંતુ જો કોઈ રાડો પાડીને કે ધમકાવીને કંઈ લઈ જવા માટે ઈચ્છે છે તો હું તેમ થવા દઈશ નહિ. આજ રોજ પણ ઘણા લોકો તમને મળવા આવશે તેમજ કહેશે કે અમારી પાસે આવો. ઠાકરે દ્વારા ઉત્તર પ્રદેશનાં CM યોગી આદિત્યનાથનું નામ લીધા વિના જ જણાવ્યું હતું કે, જો તમારામાં હિમ્મત હોય તો અહીંયાનાં ઉદ્યોગોને બહાર લઈ જઈને બતાવો.
UPનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ શહેરમાં છે. અહીંયા તેઓ જે ફાઇવ સ્ટાર હોટલમાં રહ્યા છે એની બહાર મરાઠીમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં નોઈડામાં સૂચિત મુવી સિટીને નિશાન બનાવી હતી.
મનસે દ્વારા CM યોગી આદિત્યનાથનું નામ લીધા વગર એમને ઠગ ગણાવ્યા. મનસે દ્વારા તેનાં પોસ્ટરમાં લખ્યું છે કે, દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવેલું મુવી સિટીને UP લઈ જવાનું મુંગેરી લાલનું એક સપનું છે. પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે, ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી! ક્યાં મહારાષ્ટ્રનો વૈભવ તેમજ ક્યાં UPની દરિદ્રતા! નિષ્ફળ રાજ્યની બેરોજગારી છુપાવવા માટે ઠગ મુંબઇ શહેરનાં ઉદ્યોગોને UP લઈ જવા આવ્યા છે.
CM યોગી આદિત્યનાથ દ્વારા દિલ્હીને અડીને ગ્રેટર નોઈડામાં મુવી સિટીનાં બનાવવા માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે. હાલ તે ફિલ્મ સિટી પ્રોડક્શનની બેઝિક્સ જાણવા માટે મુંબઈ પહોંચ્યા છે. ગઈ કાલનાં રોજ જ દિગ્ગજ ફિલ્મ એક્ટર્સ અક્ષય કુમાર તેમજ સિંગર કૈલાસ ખેર દ્વારા યોગી આદિત્યનાથની સાથે બેઠક પણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle