મહારાષ્ટ્ર(Maharashtra): રાજધાની પુણે(Pune)માંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પોશ માર્કેટ યાર્ડ વિસ્તારમાં રોડની બાજુમાં સૂતેલા એક શખ્સને SUVની ટક્કર મારી હતી. રોડની બાજુમાં સૂતેલા એક શખ્સને તેની કારના બંને પૈડા વડે કચડી નાખ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના મંગળવારે માર્કેટ યાર્ડ વિસ્તારમાં બની હતી અને પોલીસે આજે આ ઘટનાનો વીડિયો જાહેર કરીને લોકોને કારની ઓળખ કરવા કહ્યું હતું. કેસની તપાસ કરી રહેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એ.કાંબલેએ કહ્યું કે, અમને કારના નંબર અને મોડલ પરથી કારના માલિક વિશે ખબર પડી છે અને તે ટૂંક સમયમાં અમારી કસ્ટડીમાં આવશે. હાલમાં, આઇપીસીની કલમ 279, 304 (A) (બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ) અને મોટર વાહન અધિનિયમની કલમ 134, 187 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પુણે : પૈડા નીચે શખ્સનું માથું કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત… #pune #trishulnews pic.twitter.com/9Z3qZMlZ7i
— Trishul News (@TrishulNews) April 28, 2022
કરિયાણાની દુકાનમાં લગાવવામાં આવેલ CCTVથી થયો ઘટસ્ફોટ
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા શખસની ઓળખ થઈ શકી નથી. તેની પાસે કોઈ દસ્તાવેજો મળ્યા નથી, ન તો કોઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. જે વિડિયો સામે આવ્યો છે એ ક્રાઈમ સીનની સામે આવેલી કરિયાણાની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
વીડિયોમાં તે વ્યક્તિ રોડની બાજુમાં સુતેલા જોઈ શકાય છે. તેની બાજુમાં એક કુતરું બેઠું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તે નશામાં હતો. આમાં ત્યાં પહેલેથી જ પાર્ક કરેલી એક SUV ગાડી અચાનક આગળ વધે છે. આ દરમિયાન ડ્રાઇવરને આ શખસ અંગે જાણ હતી કે નહીં એની પુષ્ટિ થઈ નથી, પરંતુ ગાડી આગળ વધારતાં એનાં પૈડાં નીચે આ શખસનું માથું કચડાઈ જાય છે.
20થી વધુ કેમેરાની શોધખોળ બાદ આરોપીની ઓળખ થઈ હતી
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.કાંબલેએ જણાવ્યું હતું કે આરોપી ગુનો કર્યા બાદ તરત જ સ્થળ પરથી ભાગી ગયો હતો. મૃતકના માથામાં વાહનના વ્હીલ અથડાયા હતા, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના પછી, અમે નજીકમાં લગાવેલા 20 થી વધુ સીસીટીવી કેમેરા તપાસીને કારનો નંબર અને મોડલ અંગે માહિતી મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.