હાલમાં દેશભરમાં આરક્ષણ મુદ્દે નાના મોટા આંદોલન થઇ રહયા છે ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર રાજ્યમાં મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજોમાં પાંચ ટકા આરક્ષણ આપવા માટેનો કાયદો બનાવવાની તૈયારીમાં છે શુક્રવારે રાજ્યના અલ્પસંખ્યક મંત્રી નવાબ મલિકે આ બાબતે જાહેરાત કરી છે જોકે આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.
Nawab Malik, Maharashtra Minister: High Court had given its nod to give 5% reservation to Muslims in government educational institutions. Last govt did not take any action on it. So we have announced that we will implement the HC’s order in the form of law as soon as possible. pic.twitter.com/20Por8xiX9
— ANI (@ANI) February 28, 2020
મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને ખૂબ જ જલ્દી શાળા અને કોલેજોમાં પાંચ ટકા આરક્ષણ આપવામાં આવશે. આ માટે સરકાર તરફથી એક કાયદો બનાવવામાં આવશે. મહા વિકાસ આ ગાડી માં સામેલ કોંગ્રેસ અને એનસીપી પહેલેથી જ શિક્ષણ સંસ્થાઓમાં પાંચ ટકા મુસ્લિમ આરક્ષણ ના પક્ષમાં રહ્યું છે..
મહારાષ્ટ્રના રાજ્ય મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક નું કહેવું છે કે, સરકારની શિક્ષણ સંસ્થાઓમાં મુસલમાનોને 5% રિઝર્વેશન આપવા માટે વિધેયક લાવવામાં આવશે. નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મુસલમાનોને શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવામાં આવશે. સરકારી શિક્ષણ સંસ્થાઓમાં મુસલમાનોને પાંચ ટકા અનામત આપવા માટે હાઇકોર્ટએ પોતાનો પક્ષ રાખ્યો છે. પાછલી સરકારે આ બાબતે તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી. આથી અમે જાહેરાત કરીએ છીએ કે અમે જલદીમાં જલદી કાયદાના રૂપમાં હાઈકોર્ટનો આદેશ લાગુ કરીશું.
ઉલ્લેખનીય છે કે 2014માં મુસ્લિમ વિદ્યાર્થીઓ ને આરક્ષણ દેવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યમાં ભૂતપૂર્વ સરકારે આ બાબતે કોઇ કાર્યવાહી કરી નહોતી. જોકે પાછલી સરકાર માં ભાજપ સાથેના ગઠબંધન દરમિયાન શિવસેનાએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ મુસ્લિમ આરક્ષણ પાસ કરવાના પક્ષમાં છે. હવે શિવસેનાએ ફરી એકવાર આ બાબતે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે અને મુસ્લિમ સમુદાયને આરક્ષણ આપવામાં સહમત છે.
મહારાષ્ટ્રમાં નવી સરકાર દરમિયાન ધર્મના આધારે આરક્ષણ ન હોવું જોઇએ, તેવી વાત કરીને આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. અત્યારે ફરી એકવાર ભાજપ સરકારના નેતાઓ મા આ ગાડી સરકારની નિયત સામે સવાલ ઉઠાવતા નજરે ચડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.