સમગ્ર દેશમાંથી હત્યાની અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક અન્ય ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં આવેલ નંદુરબાર જિલ્લાનાં પોલીસ સ્ટેશનની હદમાં જંગલમાંથી હત્યા કરીને ફેંકી દેવામાં આવેલ મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
ફક્ત આટલું જ નહીં મૃતક મહિલા સુરતની હોવાનું તેમ હત્યારો મૃતક મહિલાનો પ્રેમી હોવાનું તેમજ પૂર્વ પ્રેમીની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે એમ જો લગ્ન ન કરે તો તારી વિરુદ્ધ પણ બળાત્કારની ફરિયાદ નોંધાવીશ એમ કહેતા પ્રેમિકાની હત્યા કરીને ચહેરાની ઓળખ ન થાય એ માટે મોંની ચામડી કાઢયા પછી અંગોને કાપી ફેંકી દીધા હોવાની હત્યારા પ્રેમીએ કબૂલાત કરી છે.
મૃતદેહની ઓળખ છુપાવવા મોઢાની ચામડી કાઢી નાંખી:
સુરત ક્રાઈમ બ્રાન્ચ જણાવે છે કે, 24 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં અવાવરુ જંગલમાંથી એક મહિલાની નિર્દયતાથી શરીરના અંગોને અલગ અલગ કાપી ઓળખ ન થાય એ માટે મોંની ચામડી પણ કાઢીને હત્યા કરી ફેંકી દેવામાં આવેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની નંદુરબાર સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ પ્રમાણેનો હત્યાનો ગુનો રજીસ્ટર થયેલ હતો.
બાતમીદારની મદદથી પકડાયો હત્યારો:
આ અંગે ખાનગી બાતમીદારે જાણ કરી હતી કે, મૃતક મહિલા સુરતની હોવાનું તેમજ સીતા સનદકુમાર ભગત બિહારની હોવાનું જાણવા મળ્યું હતું. ફક્ત આટલું જ નહીં પણ સીતાની હત્યા તેના પ્રેમી વિનયકુમાર રામજનમ રાય એ કરી હોવાનું જાણવા મળ્યું હતું. મળેલ બાતમી પછી પોલીસ દ્વારા તાત્કાલિકપણે વિનયકુમાર રામજનમ રાયની માંડવીના કરંજ ગામથી ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
પ્રેમિકાએ આપી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી:
આરોપી વિનય જણાવે છે કે, હત્યા કરેલ મહિલા તેની પ્રેમીકા સીતા સનદકુમાર ભગત હોવાનું તેમજ છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હતા. હત્યાના 10 દિવસ અગાઉ પ્રેમિકાને બિહારથી સુરતમાં લઈ આવ્યો હતો. ત્યારપછી સીતાનો પહેલા પણ યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
જો કે, સીતાએ પહેલાના પ્રેમી વિરુધ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ જ રીતે જો લગ્ન ન કરે તો તેના વિરુધ્ધમાં પણ બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપવામાં આવતી હતી. પોતે પરિણીત હતો તેમજ બે બાળકોનો પિતા હોવાને લીધે પ્રેમિકા સીતા ભગતની હત્યા કરવાની યોજના બનાવી હતી.
બ્લેડથી સીતાનું ગળું કાપી નાખ્યું:
ત્યારપછી સીતાને સુરત સ્ટેશનથી ટ્રેનમાં બેસાડીને નંદુરબાર પહેલા એક સ્ટોપ પર ઉતરી ગયા હતા. ત્યાથી રેલ્વે પાટાને લગતા રોડ પર ચાલતા ચાલતા નંદુરબાર બાજુ ગયા હતા. ત્યાં અવાવરૂ ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં લઈ જઈને બ્લેડ તથા બીજા હથીયાર વડે પહેલા સીતાનું ગળુ કાપી નાંખ્યું હતું.
આની સાથે જ ત્યારપછી સીતાની ઓળખ ન થાય એનાં માટે મોઢાની ચામડી બ્લેડ વડે કાપી નાંખીને બધા જ અંગો છુટા પાડીને હત્યા કરી દેવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા આરોપી વિનયને નંદુરબાર સિટી પોલીસને સોંપી દઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.