માતાની નજર સામે જ ફક્ત બે વર્ષીય માસુમ બાળકીને બેફામ કારચાલકે ટાયર નીચે કચડી નાખી- જુઓ વિડીયો

રાજ્યના સુરત જીલ્લામાંથી હાલમાં એક ખુબ કરુણ ઘટના સામે આવી છે.જીલ્લામાં આવેલ સચિનના કનકપુર-કનસાડ રોડ પરની ગોકુલધામ સોસાયટીમાં એક કાર ચાલકે સોસાયટીના રોડ પર બેસેલી…

રાજ્યના સુરત જીલ્લામાંથી હાલમાં એક ખુબ કરુણ ઘટના સામે આવી છે.જીલ્લામાં આવેલ સચિનના કનકપુર-કનસાડ રોડ પરની ગોકુલધામ સોસાયટીમાં એક કાર ચાલકે સોસાયટીના રોડ પર બેસેલી ફક્ત 2 વર્ષીય માસુમ બાળકી પર કાર ચઢાવતા પરિવાર દોડતો થઈ ગયો હતો. ફ્ક્ત્ત આટલું જ નહીં પણ પોતાની નજર સામે માસુમ દીકરી કાર નીચે કચડાઈ જતા જોઈને માતાનું હૃદય કંપી ઉઠ્યું હતું.

જો કે, આ દુર્ઘટનામાં બાળકીને પગ તેમજ કમરમાં ઇજા પહોંચ્યા પછી આબાદ બચાવ થતા પરિવારને હાશકારો થયો હતો. જયારે બેજવાબદાર કાર ચાલકની વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પણ કુલ 2,500 જેટલી નાની રોકડ ન હોવાને લીધે પ્રાથમિક સારવાર કરાવી દીકરીને ઘરે લઈ આવવા મજબુર બન્યા હોવાનું શ્રમજીવી પરિવાર જણાવે છે.

ચાલકે બેફામ કાર ચલાવી દીકરી પર કાર ચઢાવી દીધી: પિતા
પીડિત માસુમ બાળકીના પિતા વિજયભાઈ શુકલા જણાવે છે કે, તેઓ ગોકુલધામ સોસાયટીમાં રહે છે તેમજ હેલ્પરી કરી એકની એક માસુમ દીકરીની સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગત શુક્રવારે પત્નીની તબિયત સારી ન હોવાને લીધે તેઓ દીકરીને લઈ દવાખાને બતાવવા માટે ગયા હતા.

જયાંથી પાછા ફર્યા પછી ગોકુલધામ સોસાયટીના કંપાઉન્ડમાં દીકરી હાથમાંથી નીચે ઉતરી બાળ બહેનપણીઓને રમતા જોઈ રહી છે. આ દરમિયાન એક કારચાલકે બેફામ રીતે કાર ચલાવી દીકરી પર કાર ચઢાવી કચડી નાખી હતી. આંખની સામે દીકરીને કારના વ્હીલ નીચે જોઈ માતાના હોશ ઉડી ગયા હતા.

માસૂમને કારના વ્હીલ નીચે જોતા માતા બુમ પાડવા લાગી:
માતાની ચિચિયારી સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાર નીચે ઘૂસીને માસુમ બ્રિશાને બહાર કાઢી પાસેની હોસ્પિટલમાં લઈ જ્વામાવી હતી જયારે બીજી તરફ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં લઈ ગયેલ માસૂમ બ્રિશાના 3 એક્સ રે કઢાવ્યા પછી તેને દાખલ થવુ પડશે એમ કહી ડોક્ટરે કુલ 2,500 રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. જયારે ખિસ્સામાં ફક્ત 50 રૂપિયા હોવાથી દીકરીની પ્રાથમિક સારવાર કરાવી ઘરે લાવ્યા હતા.

કાર ચાલક એક યુવતીને મુકવા આવ્યો હતો:
તપાસ કરતા જાણ થઈ કે, કાર ચાલક સોસાયટીમાં એક યુવતીને છોડવા માટે આવ્યો હતો. અમે એ પરિવારનો સંપર્ક કરતા તેમણે એક નંબર આપ્યો એ નંબર પર ડાયલ કરતા રોંગ નંબર હોવાનું જણાવ્યું હતું બાદમાં ફરી અમે એ છોકરીનો સંપર્ક કરતા એણે કહી દીધું હું નથી ઓળખતી, આ બાબતે 100 નંબર પર જાણ કર્યા પછી પણ યોગ્ય સહકાર મળ્યો ન હતો. જેથી કંટાળીને ભગવાન પર છોડી દીકરીની ઘરમાં સારવાર કરી રહ્યા છે.

પોલીસની ગાડી છે એમ કહીં અસામાજિક તત્વો દાદાગીરી કરે છે:
સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા કેટલાક લોકો જણાવે છે કે, આસપાસના ગામ તથા પાલી અને ભરવાડ વાસ નજીક રહેતા અસામાજિક તત્વો દાદાગીરી કરી સોસાયટીમાં ઘણીવાર આટા મારતા હોય છે. બ્લેક કાચ, વગર નંબર પ્લેટની ગાડી સોસાયટીમાં લાવી સોસાયટીના રજીસ્ટર બૂકમાં એન્ટ્રી પણ કરાવતા નથી. અને જો વોચમેન રોકે તો પોલીસની ગાડી છે અમે પોલીસ સાથે કામ કરીએ છે તેવા દમ મારી ધમકાવતા રહેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *