મુખ્યમંત્રી કરવા જઈ રહ્યા છે વર્ષો જુના આ કાયદામાં મોટો ફેરફાર, હવે સરકારી કામકાજમાં થશે…

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા વહિવટી કાર્યોમાં મરાઠી ભાષાનો ફરજિયાતપણે ઉપયોગ કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યુ છે. એમ છતાં મરાઠી ભાષાનો બહોળા પ્રમાણમાં રાજ્યનાં કામકાજમાં…

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા વહિવટી કાર્યોમાં મરાઠી ભાષાનો ફરજિયાતપણે ઉપયોગ કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યુ છે. એમ છતાં મરાઠી ભાષાનો બહોળા પ્રમાણમાં રાજ્યનાં કામકાજમાં ઉપયોગ દેખાતો નથી. એના લીધે રાજ્યની ઠાકરે સરકારે હવે વર્ષ 1964નાં મહારાષ્ટ્ર રાજભાષા અધિનિયમ વધુ સખ્તાઈથી પાલન કરાવવાં માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળેલ જાણકારી પ્રમાણે છેલ્લા કુલ 55 વર્ષથી આ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી પણ હવે રાજ્યની વહીવટી કામગીરી મરાઠી ભાષામાં હોવી જોઈએ. રાજ્યની સંપૂર્ણ કામગીરી, અર્ધ-ન્યાયિક નિર્ણયો, વેબસાઇટ્સ, મહામંડળો મરાઠીમાં હોવાં જોઈએ. એની ખાતરી કરવા માટે સરકારે વર્ષ 1964નો નિયમ બદલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અંતર્ગત રાજ્યનાં વહીવટી તથા ન્યાયિક ક્ષેત્રોમાં વર્ષ 1964નો કાયદો અમલ નથી થતો તો એ ક્ષેત્રમાં પણ કાયદો લાગુ કરવાની જોગવાઈ મરાઠી રાજભાષા નિયમમાં કરવામાં આવશે. મહેસૂલ વિભાગ દ્વારા જમીન અથવા તો બીજા  અર્ધ-ન્યાયિક અપીલના પરિણામો અંગ્રેજી ભાષામાં આપવામાં આવે છે.

ત્યારપછી એનું પરિણામ પણ મરાઠીમાં જ આપવાની જોગવાઈ કરવામાં આવશે. મરાઠી એ મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા રહેલી છે એવો કાયદો વર્ષ 1964 માં લાગુ કરવામાં આવ્યો હતો પણ આ સત્તાવાર ભાષા કાયદો માત્ર કાગળો સુધી જ મર્યાદિત રહ્યો છે તેમજ રાજકારણીઓ દ્વારા પણ એના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

રાજ્ય સરકાર હેઠળ સિડકો, MIDC જેવી મોટી ઓફિસો અંગ્રેજીમાં કાર્યરત રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટને લગતાં સોગંદનામા અંગ્રેજીમાં રહેલાં છે. જેથી એ બધાં જ કામકાજ મરાઠી ભાષામાં જ કરવા માટેનો કાયદો બનાવવાનો નિર્ણય CM ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *