ક્રિકેટ વર્લ્ડ કપ 2019 બાદ મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે, તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ બધાને ચોંકાવી ને મહેન્દ્રસિંહ ધોનીએ બીસીસીઆઈને worldcup બાદ બે મહિનાની રજા લીધી હતી અને ભારતીય સેનાની પેરાશુટ રેજિમેન્ટ ને પોતાની સેવાઓ આપી હતી. ત્યારે આ બે મહિના ના વેકેશન બાદ મહેન્દ્રસિંહ ધોનીએ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
ઉલ્લેખનીય છે કે આજે સાઉથ આફ્રિકા સામેની ટીમ પસંદગીની પ્રક્રિયા માં આજે મહેન્દ્રસિંહ ધોનીને પસંદ કરવામાં આવેલ નથી. ટ્વિટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, આજે સવારે વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોની માટે કરેલી ટ્વિટ એ સંકેત આપે છે કે, મહેન્દ્રસિંહ ધોની એ નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો છે. અને આ નિર્ણય તેમણે વિરાટ કોહલીને કહ્યો છે. જેથી વિરાટ કોહલી આ ટ્વિટ કર્યું છે.
આજે સવારે વિરાટ કોહલીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, આ રમત હું ક્યારેય નહીં ભૂલી શકુ અને આ સાથે તેણે 2016માં ઓસ્ટ્રેલિયા સામેની એક મેચમાં ભારતે જીત મેળવી હતી તેનો ફોટો શેર કર્યો છે. જેમાં કોહલી મહેન્દ્રસિંહ ધોની ની સામે ઘૂંટણીએ બેસીને મેચ જીત્યા બાદ ઉજવણી કરી રહ્યો છે.
હજી સુધી સત્તાવાર રીતે કોઇ પ્રેસ કોન્ફરન્સ હોવાનું મહેન્દ્રસિંહ ધોની જાહેર કર્યું નથી પરંતુ ધોનીના ચાહકોએ માની લીધું છે કે, આજે સાંજે સાત વાગ્યે મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેસ-કોન્ફરન્સ બોલાવી છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લઇ લેશે.
મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો આ વાત પર એટલે વધુ વિશ્વાસ કરી રહ્યા છે કારણ કે, વિરાટ કોહલીએ જે લાગણીસભર ટ્વિટ કર્યું છે તે ધોનીની નિવૃત્તિની ખબર ને હવા આપી રહી છે. જો ધોની આવું કરે છે, તો તેના ચાહકો માટે આજનો દિવસ કોઈ ખરાબ સ્વપ્ન સમાન હશે. ટીમ ઇન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં 1983 બાદ પ્રથમ વખત વન-ડે વર્લ્ડકપ અને ટી-20 વર્લ્ડકપ જીતવાની સિદ્ધિ મેળવી હતી. મહેન્દ્રસિંહ ધોની એકમાત્ર કેપ્ટન છે કે, જેણે આઇસીસીના તમામ ફોર્મેટ માં જીત મેળવી છે. ધોનીએ 350 વનડે ની કારકિર્દીમાં 10773 અને 98 T20મેચમાં 1617 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.