‘સેવા’ ની સુવાસથી મહેશ સવાણી યુવા સંગઠનોને સાથે રાખી સુરતમાં ચલાવી રહ્યા છે દસથી વધુ કોવીડ કેર સેન્ટર

સુરતના નામાંકિત ઉદ્યોગપતિ અને ભામાશા ગણાતા મહેશભાઈ સવાણીએ ‘સેવા’ નામે (Mahesh Savani Seva) શરુ કરેલા સંગઠનની સેવાથી હાલ સુરતમાં દસથી વધુ કોવીડ અઈસોલેશન સેન્ટરો મ્હેકી રહ્યા છે. ગુજરાત સહીત રાજ્યભરમાં ઓક્સિજનની અછતને પગલે કોરોનાની સ્થિતિ કફોડી બની છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની કરકસર કરવા સુચના આપી દેવાઈ છે. કોરોનાની પહેલી લહેરમાં સુરતીલાલાઓ સૌરાષ્ટ્ર દોડ્યા હતા પણ બીજી લહેરમાં લોકો હવે સુરત અને અમદાવાદ તરફ સારવાર માટે દોડી રહ્યા છે.

મહેશ સવાણી દ્વારા સુરતના સ્થાનિક સંગઠનોને સાથે રાખીને 11 જેટલા કોવિડકેર સેન્ટર ચલાવાઈ રહ્યા છે. જેમાં ફ્રી ઓક્સીજન સુવિધા અપાય છે. આ કાર્યમાં સુરત મનપાના અધિકારીઓ અને આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જે અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, કોરોના મહામારીમાં અમારા ડૉક્ટર હોવાનો સાચો ફાયદો અને માહિતી મળે એના માટે અમે આ કામ શરૂ કર્યું’ માનવતાનું ઉદાહરણ રજૂ કરતાં ડૉક્ટર દંપતી, ખાનગી દવાખાનામાં બેસીને પૈસા કમાવવાના બદલે કોવિડ સેન્ટરમાં સેવા આપે છે. અહિયાં હજુ સુધી એક પણ દર્દીનું નિધન થયું નથી.

ત્યારે સુરતમાં હવે સૌરાષ્ટ્ર તરફથી આવતા દર્દીઓનો ઘસારો વધ્યો છે. જો કે, સૌરાષ્ટ્ર થી સુરત સુધી 500 થી 600 કિલોમીટરનું અંતર કાપી સુરત આવતા દર્દીઓને પણ રસ્તામાં ઓક્સિજનની કમીને કારણે જીવ ગુમાવવો પડયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈને સુરતમાં કોરોના દર્દીઓની વહારે આવેલા સેવા સમિતિ દ્વારા સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓને રસ્તામાં ઓક્સિજનની સુવિધા મળી રહે અને સુરત પહોંચી સારવાર મેળવી શકે એ માટે તારાપુર નજીક ઓક્સિજન સેન્ટર ઉભુ કરી વધુ એક સગવડ ઉભી કરી છે.

સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વિકારણ બનતા સેવા સમિતિ અને વરાછાની 50 થી વધુ સામાજીક સંસ્થાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટરો ઉભા કરી કોરોનામાં સપડાયેલા સંખ્યાબંધ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક અને માનસિક ચિંતામાંથી રાહત આપી છે. સુરતમાં કોરોના કેસોનાં વધારા સાથે હવે સૌરાષ્ટ્ર તરફના દર્દીઓ પણ સારવાર માટે સુરત પહોંચી રહ્યાં છે. જેને લઈને મોટાભાગના આઈસોલેશન સેન્ટરો ફુલ થઈ રહ્યાં છે. દરરોજ આ સેન્ટરોમાં ઉપલબ્ધ બેડની સંખ્યાની વિગતો સવાર સાંજ એમ બે થી ત્રણ વખત શોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોચાડવામાં આવે છે.

આ અનોખી સેવા શ્રીગણેશ કરનાર મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આઈસોલેશન સેન્ટરો પર સૌરાષ્ટ્રથી દર્દીઓ આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓ પાસેથી ઓક્સિજનની સમસ્યા અંગે જાણવા મળ્યું. એટલે તારાપુર ખાતે ઓક્સિજન સેન્ટર ઉભું કરવાનો વિચાર આવ્યો હતો. સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર સહિતનાં જીલ્લાઓમાંથી આવતા દર્દીઓને તારાપુરથી ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.

કારણ કે, સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓને ધંધુકાથી લઈને બરોડા સુધી પહોંચતા ઓક્સિજન પૂર્ણ થઈ જાય છે. જેથી રસ્તામાં ઓક્સિજનની જરૂર સર્જાય તો, કોઈ દર્દીને જીવ ન ગુમાવવો પડે, એ માટે હાલ તારાપુરની એક હોટલમાં બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી છેલ્લા 12 કલાકમાં 6 દર્દીઓ ઓક્સિજન સેવા સાથે સુરત પહોંચી શક્યાં છે. જરૂરિયાત પ્રમાણે વધારે ઓક્સિજન બોટલ વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *