નેતાઓ અને મોટા માથાઓના હજારો કરોડના કાળાનાણાનો વહીવટદાર મહેશ શાહ મૃત્યુ પામ્યો

અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં આવેલ જોધપુર વિસ્તારમાં વસવાટ કરતા મહેશ ચંપકલાલ શાહ(Mahesh Champaklal Shah) નામના એક માણસે સપ્ટેમબર 2016 માં ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13860 કરોડની…

અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં આવેલ જોધપુર વિસ્તારમાં વસવાટ કરતા મહેશ ચંપકલાલ શાહ(Mahesh Champaklal Shah) નામના એક માણસે સપ્ટેમબર 2016 માં ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13860 કરોડની બંધ કરવામાં આવેલ જુની રૂ. 500 અને રૂ.1000ની ચલણની નોટો રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.. માહિતી મળતા જ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. મહેશે જાહેર કરેલુ કાળુનાણુ વાસ્તવમાં કોઈ રાજકીય નેતાઓ અને ટોચના અધિકારીઓનું હોવાની વાત તે સમયે થતી હતી. ત્યારે હવે બેનંબરી કુબેર મહેશ શાહનું ગુરૂવારે 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

મળતી માહિતી અનુસાર, મહેશે ઈન્કમટેક્સ કમિશનર(Incometax Commissioner) સમક્ષ રૂબરૂ મળીને કાળાનાણાનું ડિકલેરેશન આપ્યું હતું. ત્યારબાદ 30 નવેમ્બર સુધીમાં તેમણે 45 ટકા ટેક્સ પેટે ફુલ 6247 કરોડ ભરવાના હતા. જે પૈકી માંથી રૂ. 1560 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવવાનો હતો. પરંતુ ઈન્કમટેક્ષની 30 નવેમ્બરની ડેડ લાઈનના થોડા દિવસો પહેલા જ મહેશ ગુમ થઈ ગયો હતો.

આથી આઇટી અધિકારીઓએ મહેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમુર શેઠના(Temur Sethna)ને સાથે રાખીને મહેશની ઘરે તથા તેમની ઓફિસ પર દરોડા પાડયા હતા. પરંતુ કશું મળ્યું ન હતું. બીજી બાજુ મહેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પણ આઇટી અધિકારીઓને એવું કહ્યું કે મહેશના બિઝનેસ વિશે કે તેમની આવક વિશે તેમને કોઈ જ જાણકારી નથી. જ્યારે આઇટી અધિકારીઓને એવી શંકા હતી કે મહેશે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જમીનમાં મોટા પાયે જંગી રોકાણ કર્યું છે. આ સ્થિતિ વચ્ચે મહેશ એકાએક એક ટીવી ચેનલ સમક્ષ હાજર થયો હતો. અને ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં મહેશે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે જાહેર કરેલા નાણાં વાસ્તવમાં તેમના નથી.

પરંતુ તેમની પાછળ નેતાઓ અને મોટા માથાઓ છે. હવે તેમને તેમના પરિવારની સલામતીની ચિંતા છે. મહેશે કહ્યું કે હું આઈટીના અધિકારીઓ સમક્ષ આ નાણા કોના છે તેનો ઘટસ્ફોટ કરીને અને નામ પણ આપી દઈશ. દરમિયાનમાં પોલીસ અને આઇટીના અધિકારીઓએ ટીવી ચેનલના સ્ટૂડિયોમાં જઈને મહેશને ઉઠાવ્યો હતો. તથા મહેશની સતત બે દિવસ સુધી પૂછપરછ કરી હતી. તેમજ તેમના નિવેદનનું રેકોર્ડિંગ પણ કર્યું હતું.

ત્યારબાદ આઇટીના અધિકારીઓએ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે મહેશે કોઈના નામ આપ્યા નથી. એમ કહીને મહેશને છોડી દીધો હતો. બીજી બાજુ મહેશની ઘરે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને મહેશને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવા દેવાતો ન હતો. મહેશ શાહ દ્વારા જાહેર કરાયેલા કાળાનાણા વાસ્તવમાં કોના હતા તે રહસ્ય હવે ક્યારે ઉકેલાશે નહીં. કારણકે મહેશ શાહનું 73 વર્ષની વયે તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. તેમની સાથે અનેક રહસ્યો પર પરદો પડી ગયો છે. જે નેતાઓ કે અધિકારીઓના કાળાનાણા હતા તેઓ હવે ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *