અમદાવાદની યુવતીએ આપઘાત કરતા 4 મહિલા અને 2 પુરૂષો સામે નોંધાયો ગુનો- ચોંકાવનારી છે આ ઘટના

આજકાલ આપઘાત(Suicide)નાં કિસ્સાઓમાં વધારો થતો હોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગુજરાત(Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં નિકોલ (Nicole)ની રહેવાસી બ્યુટી પાર્લર (Beauty parlor)માં નોકરી કરતી એક યુવતીએ બારેજા ખાતેની નર્મદા કેનાલમાં પડીને આપઘાત કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવતી જે પાર્લરમાં નોકરી કરતી રહી હતી. ત્યાં એક મહિલા ગ્રાહકની સોનાની ચેઈન ખોવાઈ ગઈ હતી. જયારે મહિલા માલિક દ્વારા તે ચેઈન ચોરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જયારે ચોરીના આક્ષેપોથી તંગ આવતા યુવતીએ આપઘાત કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો. જયારે આ મામલે મૃતક યુવતીના પરિવાર(Family) દ્વારા બ્યુટી પાર્લરના માલિક સહિત 6 લોકો સામે કેસ નોંધાવ્યો છે. તેમજ પોલીસે આ મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.

મૃતક યુવતી પર ચોરીનાં આક્ષેપ:
મળતી માહિતી અનુસાર ગત 10મી માર્ચેનાં રોજ નિકોલના બ્યુટી પાર્લરમાં કામ કરતી 21 વર્ષની યુવતી પર સોનાની ચેન ચોરી તેમજ અન્યની વાત કરવા બદલ ઝગડો થયો હતો. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, તેને બ્યુટી પાર્લરની માલિક પ્રિયંકા અને તેમની મિત્ર ઝરણાં, નિતા અને પૂજા સાથે ઝગડો થયો હતો. તેમજ ઝગડો થયા પછી યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાંથી ગયા પછી પરિવાર દ્વારા તે યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થયો ન હતો. જયારે બીજા દિવસે યુવતીની લાશ અસલાલી લિન્ક કેનાલમાંથી મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. તેમજ યુવતીના પરિવારને જાણ પણ કરવામાં આવી હતી. 

આપઘાત પાછળ દુષ્પ્રેરિત કરવાની ફરિયાદ: 
મળતી માહિતી અનુસાર મૃતક યુવતીના આપઘાત મામલે યુવતીની માતા દ્વારા બ્યુટી પાર્લરની માલિક પ્રિયંકા અને તેની મિત્રો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ વધુમાં મૃતક યુવતીની માતાએ જણાવ્યું હતું કે, બ્યુટી પાર્લરમાં થયેલા ઝગડાને કારણે જ તેમની પુત્રીએ આપઘાત કર્યો છે. જયારે આ ઘટનામાં નિકોલ પોલીસ સ્ટેશનમાં 4 મહિલાઓ અને 2 પુરૂષ સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા યુવતીની માતાની ફરિયાદના આધારે આપઘાત માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *