વિડીયો: ગાડીઓ રોકવા માણસો ઘટ્યા તો પ્રાઇવેટ ઉઘરાણીવાળા ‘વચેટિયા’ રાખવા લાગ્યા સુરત પોલીસના અધિકારીઓ

વધુ એકવાર સુરત ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) વિવાદોના જાળામાં ફસાઈ છે. આ પહેલા પણ સુરત ટ્રાફિક પોલીસની ઘણી ઘટનાનો સામે આવી હતી. હમણાં થોડા સમય પહેલા જ એડવોકેટ મેહુલે (Mehul Boghara) પોલીસ અને વચેટિયાની પોલ ઉઘાડી પાડી હતી, ત્યારે ફરીએકવાર આજે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ગોટાલા વાડી બીઆરટીએસ રોડ પર પોલીસના વચેટિયા સામાન્ય નાગરિકો પાસેથી દંડ ઉઘરાવતા નજરે ચડ્યા હતા.

એક જાગ્રુત નાગરિકે પોલીસ અને વચેટિયાના આ કારસ્તાનનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો. સુરત શહેરમાં પોલીસ અને વચેટિયાનો સબંધ દિવસેને દિવસે ગાઢ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના મહિધરપુરા વિસ્તારના ગોટાલા વાડી બીઆરટીએસ રોડ પર આવી જ એક ઘટના સામે આવી છે. આ વિડીયોમાં એક પોલીસ ASI પણ દેખાઈ રહ્યા છે, સાથોસાથ કેટલાય ટ્રાફિક પોલીસ જવાન કે, જેમને દંડ ઉઘરાવવાનો કોઈ અધિકાર નથી, તેવા ટ્રાફિક જવાનો લોકો પાસેથી દંડ વસુલી કરી રહ્યા છે.

જેમને અધિકાર જ નથી તેવા જવાનો, ASI પોલીસ ઓફિસરના કહેવા પર લોકો પાસેથી ટ્રાફિકના દંડ વસુલ કરી રહ્યા હતા. આટલું જ નહિ વગર યુનિફોર્મ અને વગર આઈડી કાર્ડે પોલીસના વચેટિયા પણ લોકોને ઉભા રખાવી દંડ વસુલતા નજરે ચડ્યા હતા. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, જયારે બે થી ત્રણ જાગૃત લોકો મોબાઈલના કેમેરા શરુ કરી ત્યાં પહોચે છે, ત્યાં તો બધા રફુચક્કર થવા લાગે છે.

જયારે ત્યાં હાજર ASI ઓફિસરને પૂછ્યું કે, ટ્રાફિક જવાનો પાસે દંડ ઉઘરાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? ત્યારે તેમની પાસે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ હતો નહિ. એટલું જ નહિ, મનોજ નામનો વચેટીયો પોલીસ અને જવાનોની સાથે લોકોના વાહનો ઉભા રાખવી દંડની વસુલી કરતો નજરે ચડ્યો હતો. દિવસેને દિવસે સુરત ટ્રાફિક પોલીસ આવીને આવી કરતૂતોથી મીડિયામાં સામે આવી રહી છે, ત્યારે લોકોમાં રોષની લાગણી પણ છલકાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *