ગુજરાતમાં અવાર-નવાર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી સામે આવી છે. વાડી ફળીયા પાસે ફક્ત 3000 રૂપિયા માટે બે વ્યક્તિએ એક યુવકને ઢીક્કા- મુક્કીથી માર મારીને મોતને ઘાત ઉતારી દેતા મહીધરપુરા પોલીસે આ સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અને હાલમાં આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.
સુરતમાં આવેલ મહીધરપુરામાં મણીયારા શેરીમાં પુજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીરકુમાર પ્રવિણચંદ્ર પેરીસ(ઉ.વ 48) ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. આરોપીઓ મોહમદ અઝીઝ અબ્દુલ રસીક શેખ(રહે.નવો મહોલ્લો, કાદરશાની નાળ) નાનપુરામાં ફેબ્રીકેશનનું કામ કરે છે. શેખ નાસીર આમદમીયા(રહે.સોની સ્ટ્રીટ,રાણી તલાવ) ફ્રીજ રિપેરિંગનું કામ કરે છે.
લગભગ એક મહિના પહેલા સુધીરકુમારે મોહમદ અઝીઝ પાસે લોખંડનો દરવાજો બનાવ્યો હતો. તેના 5 હજાર સુધીરેે આપ્યા ન હતા. જેથી બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. થોડા દિવસો પહેલા સુધીરે બે હજાર રૂપિયા આપ્યા હતા. મંગળવારે વધુ રૂપિયા આપવા માટે સુધીરકુમારે મોહમદ અઝીઝને વાડી ફળીયાથી આગળ એર ઇન્ડિયા ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો.
મોડી સાંજે બંને એર ઇન્ડિયા ચાર રસ્તા પાસે ભેગા થયા હતા. ત્યાં ફરીથી રૂપિયા મુદ્દે મોહમદ અઝીઝ અને સુધીર વચ્ચે વિવાદ થયો હતો. ત્યાં બંનેએ સુધીરને ઢીકમુક્કીનો માર મારી મોત નિપજાવ્યું હતું. સુધીરકુમારના દિકરા દેવએ આરોપીઓ વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓને પકડી લીધા છે.
અત્રે ઉલેખનીય છે કે, દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના અલથાણ વિસ્તારમાં જીમમાં ફિટનેસ ટ્રેઇનરને વગર વાંકે 7 થી 8 યુવકો ધસી આવી માર માર્યો હતો. જેને પગલે ફિટનેસ ટ્રેઇનરે પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર કોલ કરતા પોલીસ દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે પહેલા તમામ ત્યાંથી ભાગી ગયા હતા. CCTV કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. હાલમાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle