જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના ગુલમર્ગ(Gulmarg)માં એક ભયંકર દુર્ઘટનાનો વિડીયો(Video) સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં એક THAR ગાડી બરફમાં લપસીને સીધે સીધી ખીણમાં ખાબકી રહી છે. હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પર આ ગંભીર દુર્ઘટના ઘટી છે. આ ખતરનાક દૃશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેદ થઇ જવા પામ્યા છે.
View this post on Instagram
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તો બરફથી ઢંકાયેલો છે અને એક THAR ગાડી જઈ રહી છે. આગળ કેટલાક વાહનો છે અને ટર્નમાં કેટલાક ટૂરિસ્ટ્સ યાત્રીઓ પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. આ સમયે જ THAR વળાંક લે છે અને અચાનક બેકાબુ થઈ જાય છે. જોતજોતામાં એકાએક ગાડી બરફમાં લપસીને સીધેસીધી ખીણમાં ખાબકે છે.
આ દુર્ઘટનાને નજરે જોનારા લોકોના કાળજા ધ્રુજી જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એવું સંભળાઈ રહ્યું છે કે, ખીણમાં પડેલી ગાડીમાં એક વ્યક્તિ હતી. જો કે એક રિપોર્ટ અનુસાર કારમાં સવાર બન્ને લોકો શરુ થારમાંથી કૂદી જતાં તેમના જીવ બચી ગયા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ભયાનક વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શૅર કર્યો છે. આ વીડિયો પરથી જોઈ શકાય છે કે, બરફવર્ષા વખતે ઘાટીના રોડ પર વાહનો ચલાવવા કેટલું જોખમી સાબિત થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.