ભીષણ અકસ્માતમાં નેનો કારે મહિન્દ્રા થારને ઉંધા માથે ફગવી દીધી- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

Mahindra Thar Tata Nano Accident: આપણે સૌ જાણીએ છીએ કે, મહિન્દ્રા થારની ગણતરી મજબૂત કારોમાં થાય છે. પરંતુ ઘણીવાર એવા દ્રશ્યો પણ સામે આવે છે…

Mahindra Thar Tata Nano Accident: આપણે સૌ જાણીએ છીએ કે, મહિન્દ્રા થારની ગણતરી મજબૂત કારોમાં થાય છે. પરંતુ ઘણીવાર એવા દ્રશ્યો પણ સામે આવે છે કે, મહિન્દ્રા થાર સાથે અન્ય કોઈ કાર અથડાય તો તેના ભુક્કા બોલી જતા હોય છે, પરંતુ અહિયાં દ્રશ્ય કઈક અલગ જ દેખાઈ રહ્યું છે. જો વાત કરવામાં આવે તો મહિન્દ્રા થારનો ટાટા નેનો કાર સાથે અકસ્માત થયો હતો. ભારતની સૌથી સસ્તી કાર ટાટા નેનોને તેની કોમ્પેક્ટ ડિઝાઈન અને દેખાવ માટે ઘણી વાર મજાક ઉડાવવામાં આવે છે. પરંતુ જ્યારે બંને કારના અકસ્માત બાદ મહિન્દ્રા થારના જે દ્રશ્યો(Viral Video) સામે આવ્યા તો બધા ચોંકી ગયા.

અકસ્માતનો આ મામલો છત્તીસગઢનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં મહિન્દ્રા થાર અને ટાટા નેનો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ મહિન્દ્રા SUV પલટી ગઈ હતી. એક રીપોર્ટ અનુસાર, ટાટા નેનોએ એક મહિન્દ્રા થાર એસયુવીને બાજુથી ટક્કર મારી હતી, વિડીયોમાં તમે પણ બંને કારના શું હાલ થયા છે તે જોઈ શકો છો.

જોરદાર ટક્કર બાદ થાર ઘટના સ્થળ પર જ પલટી મારી ગઈ હતી. વાસ્તવમાં, થારમાં બોડી રોલ એક મોટી સમસ્યા છે, જેના કારણે વારંવાર થાર પલટી જવાનું જોખમ વધુ રહે છે. આમ, જ્યારે ટાટા નેનોએ મહિન્દ્રા થારને બાજુથી ટક્કર મારી, ત્યારે હાઈ સેન્ટર ગ્રેવિટીના કારણે એસયુવી પલટી મારી ગઈ હતી. આ દ્રશ્યો જોઇને તમે પણ બે ઘડી માટે ચોંકી જશો.

જોકે ટાટા નેનોના આગળના ભાગમાંથયેલુ થોડુક નુકસાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. જોકે ટાટા નેનોની બિલ્ડ ક્વોલિટી હજુ પણ સારી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ટાટા નેનોનું એન્જિન પાછળના ભાગમાં રાખવામાં આવ્યું છે. એટલા માટે આગળની અથડામણમાં વધુ નુકસાન થયું નથી. દુર્ઘટના બાદનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *