દર મહિને ઘરે બેઠા કમાઓ 90 હજાર રૂપિયા… દેશની સૌથી મોટી સરકારી બેંક આપી રહી છે આ સુવર્ણ તક- કરો આટલું!

SBI ATM Franchise Business: આપણે સૌ બેંક ATMમાંથી વારંવાર પૈસા ઉપાડતા હોઈએ છીએ. આ મશીન માત્ર પૈસા ઉપાડવા માટે કે પૈસા નાખવા માટે જ ઉપયોગી નથી, પરંતુ આ મશીનથી તમે કમાણી પણ કરી શકો છો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શાનદાર બિઝનેસ આઈડિયા દ્વારા તમે ઘરે બેસીને દર મહિને 90 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ATM દ્વારા કમાણી કરવાની એક મોટી તક આપી રહી છે.

જો વાત કરવામાં આવે તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લોકોને SBI ATM ફ્રેન્ચાઈઝ બિઝનેસ આપીને ઘરે બેસીને કમાવાની તક આપી રહી છે. જો કે, આ વ્યવસાય માટે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું અનિવાર્ય છે અને આ નિયમોને ધ્યાનમાં રાખીને તમે અરજી કરી શકો છો. તો ચાલો જાણીએ કે, તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે અને ક્યાં ક્યાં જરૂરી દસ્તાવેજો જરૂરી છે.

ઓછા ખર્ચે નફાકારક વ્યવસાય:
SBI ATM ફ્રેન્ચાઈઝી ઓફર ઓછી કિંમતનું રોકાણ છે. તમે તમારી જગ્યાનો ઉપયોગ કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. ATMમાંથી દરરોજના 300 થી 500 ટ્રાન્ઝેક્શન થશે, તો તમે આ વ્યવસાય દ્વારા દર મહિને ₹45,000 થી ₹90,000 સુધીની કમાણી કરી શકો છો.

SBI ATM ફ્રેન્ચાઈઝીને લગભગ ₹5 લાખના રોકાણની જરૂર છે, જેમાંથી ₹2 લાખ SBI દ્વારા રિફંડપાત્ર રકમ છે, જ્યારે બાકીની ₹3 લાખ કાર્યકારી મૂડી છે. જો તમે કોન્ટ્રાક્ટ પૂરો થયા પહેલા કોઈપણ કારણોસર ATMનું સંચાલન બંધ કરવાનું નક્કી કરો છો, તો SBI માત્ર ₹1 લાખનું રિફંડ કરે છે.

SBI ફ્રેન્ચાઈઝી રોકડમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹8 અને બિન-રોકડ ટ્રાન્ઝેક્શન દીઠ ₹2 આપે છે. એટલે કે ટ્રાન્ઝેક્શન થશે તેના પર તમને રૂપિયા આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *