અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વારંવાર ગુનાહિત પ્રવુતિ કરતા માથાભારે ઈસમ મહિપત દિલુભાઈ વાળા રહે. વાંકિયા તા.અમરેલી ને ખાસ જેલ પાલરા, ભુજ ખાતે પાસા તળે ધકેલાટા અમરેલી વાસીઓને રાહતનો શ્વાસ મળ્યો છે..
ગયા અઠવાડિયે જ અમરેલીના એસપી નિર્લિપ્ત રાય (SP Nirlipat Rai) ની ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી થઇ છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાય છેલ્લા ૪૭ મહિનાથી અમરેલીમાં (Amreli) ફરજ બજાવી રહ્યા હતા. જણાવી દઈએ કે અમરેલીમાં આજ સુધી 47 મહિના સુધી કોઇપણ એસ.પી રહ્યા નથી. આ પહેલી ઘટના છે કે જેમાં નિર્લિપ્ત રાય 47 મહિના સુધી અહીંયા ફરજ બજાવી. ત્યારે તેઓએ અમરેલીને ગુંડામુક્ત કરી દીધું છે ત્યારે જતા જતા પણ તેમણે વધુ એક કુખ્યાત વ્યક્તિને જેલમાં મોકલતા ચારેતરફ વાહવાહી થઇ રહી છે.
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા વારંવાર ગુનાહિત પ્રવુતિ કરતા માથાભારે ઈસમ મહિપત દિલુભાઈ વાળા રહે. વાંકિયા તા.અમરેલીનાઓને ખાસ જેલ પાલરા, ભુજ ખાતે પાસા તળે ધકેલાયા. pic.twitter.com/pywTqIdkHC
— SP AMRELI (@SP_Amreli) April 24, 2021
ભૂતકાળમાં રેતીચોરીના કેસમાં પોલીસે મહિપત દિલુભાઇ વાળા સામે ગુનાે નોંધ્યો હતો. પાેલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.50 લાખનાે મુદામાલ પણ કબજે લીધાે હતાે. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.એ.સાંખટ ચલાવી રહ્યાં છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે છતાં રેત માફિયાઓ બેફામ બની રહ્યાં છે.
આ અગાઉ 2021 માં એસ.ઓ.જી.ની પોલીસની જીપને ડમ્પરથી મહિપત વાળાએ પાછળથી ટક્કર મારી પોલીસ ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગી હતી. જેથી ઇરાદાપૂર્વક પોલીસ વાનને નિશાન બનાવનાર મહિપત વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.