ગુજરાત ભાજપના નેતાઓને લોકડાઉનના નિયમ ન નડે, તેમને કોરોના ન થાય, તેમના માટે દારૂબંધી નથી

ગુજરાતમાં દારૂબંધીનો નિયમ માત્ર આમજનતા માટે બનાવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. તેવો વધુ એક…

ગુજરાતમાં દારૂબંધીનો નિયમ માત્ર આમજનતા માટે બનાવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. તેવો વધુ એક વિડીયો મહીસગમાંથી સામે આવ્યો છે. મહીસાગરમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના યુવા સંગઠનના કાર્યકરોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના એક સમર્થકના જન્મ દિવસ નિમિત્તે તલવારથી કેક કાપીને જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહિ, જાહેરમાં કેક કાપીને ખુલ્લામાં દારૂ પીવામાં પણ કાર્યકર્તાઓને શરમ આવી ન હતી. આ વીડિયો વીરપુર તાલુકાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ એક વાયરલ વીડિયોથી સમગ્ર મધ્યગુજરાતમાં હાહાકાર મચી ગયો છે

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આ કથિત વીડિયોમાં યુવા મોરચના કાર્યકર કવન પટેલની બર્થ ડે પાર્ટીમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વાઈરલ થયો છે. આટલું જ નહીં આ ઉપરાંત, આ પાર્ટીમાં મહીસાગર જિલ્લાના ગુજરાત રાજ્ય સ્વામીવિવેકાનંદ બોર્ડના જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર મહેરા દ્વારા કવન પટેલની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીયરની છોળો ઉછળી હતી અને કવન પટેલ દ્વારા તલવાર દ્વારા કેક કાપવામાં આવી હતી. આ પાર્ટીમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સભ્યો પણ જોડાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બર્થ ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોની ઐસી તૈસી કરવામાં આવી હતી.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવકના એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં બીયર છે. ગાંધીના ગુજરાતમાં કાગળિયે રૂડી એવી દારૂબંધ વારંવાર ખુલ્લી થઈ જાય છે. સાંઠગાઠ અને મળતિયાઓના કારણે રાજ્યની જનતા અનેકવાર આવા વરવા દૃશ્યો નિહાળી ચુકી છે ત્યારે કોરોનાકાળમાં થયેલા નગ્નનાચ સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવું જ રહ્યું

વાઈરલ વિડ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, BJPના કાર્યકર દ્વારા કારના બોનેટ પર 10 થી 11 કેક મૂકીને કાપવામાં આવી હતી. હાલમાં કોરોનાને કારણે 4 થી વધુ લોકોને ભેગા ન થવા ઉપર સરકારનો પ્રતિબંધ છે તેમ છતાં બર્થડે ઉજવણીમાં 60 થી 70 યુવકોનું ટોળુ ભેગુ થયું હતું. હાથમાં બિયરની બોટલો સાથે યુવકોએ ગરબા અને ડાન્સ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *