મહિસાગર જિલ્લામાં કડાણા ડેમની જળ સપાટી કરતાં જ 850 વર્ષ જૂના શિવ મંદિર ના દર્શન થયા હતા. સ્થાનિકોએ ત્યાં જઈને પૂજા અર્ચના કરી હતી. કડાણા ડેમની જળ સપાટી ઉતરતા જ ગુફામાં નદીનાથ મહાદેવ ના દર્શન થયા હતા. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ વર્ષે જોઈએ એટલે પાણીની આવક થઇ નથી. અહીંયા વાત મહિસાગર જિલ્લાના સૌથી મોટા કડાણા ડેમની થઈ રહી છે. જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં આ ડેમમાં પાણીની આવક નોંધાઈ નથી અને દિવસે ને દિવસે આ ડેમનું જળસ્તર ઘટવા લાગ્યું છે. પાણી ઉતરતા જ આ ડેમના હાર્દમાં ઐતિહાસિક 850 વર્ષ જૂના શિવ મંદિરના લોકોને દર્શન થયા છે.
મળતી માહિતી અનુસાર કડાણા ડેમ નું નિર્માણ થયું ત્યારે ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. આ વિસ્તારો પૈકી ગુફામાં આવેલું મંદિર હતું. લોકોનું કહેવું છે કે અહીંયા 850 વર્ષ જૂનું પૌરાણીક શિવલિંગ છે. જો આ ડેમમાં પાણી હોય ત્યારે આ શિવલિંગના દર્શન શક્ય નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.
ચાલુ વર્ષે જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં અહીંયા નવા નીર આવ્યા નથી અને સતત જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો હતો. ત્યારે આ ઐતિહાસિક મંદિરના દર્શન થયા હતા. જળ સપાટી ઘટતા જ હોળીમાં નીકળેલા સ્થાનિકોને એક ગુફા દેખાઈ હતી, જેમાં નદીનાથ મહાદેવ ની શિવલિંગ હતી. ત્યારબાદ લોકોએ પૂજા અર્ચના કરી તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.
વરસાદ ખેંચાતા જ ડેમમાં સપાટી કરતાં લોકોને આ ઐતિહાસિક દુર્લભ દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો હતો સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતા લોકો ભાવવિભોર પણ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.