કીડી-મકોડાની જેમ માણસો નદીના ધસમસતા પાણીમાં તણાયા, વિડીયો જોઇને બે ઘડીક શ્વાસ લેવાનું ભૂલી જશો

પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડી(Jalpaiguri)થી કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. આજરોજ માલ નદી(Mal river)માં મૂર્તિ વિસર્જન માટે ગયેલા આઠ લોકોના મોત(Eight people died)…

પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડી(Jalpaiguri)થી કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. આજરોજ માલ નદી(Mal river)માં મૂર્તિ વિસર્જન માટે ગયેલા આઠ લોકોના મોત(Eight people died) થયા છે, જ્યારે 25થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી. જલપાઈગુડી જિલ્લા મેજિસ્ટ્રેટ મૌમિતા ગોદરાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

NDRF અને સિવિલ ડિફેન્સ ફોર્સને તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે. મૌમિતા ગોદરાએ પીટીઆઈને જણાવ્યું કે, નદીમાં અચાનક પૂર આવ્યું અને લોકો વહી ગયા. અત્યાર સુધીમાં આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને અમે લગભગ 50 લોકોને બચાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

બીજી તરફ, બંગાળના પછાત વર્ગ કલ્યાણ મંત્રી બુલુ ચિક બરાકે, જેઓ સ્થાનિક ધારાસભ્ય છે, આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે. તેણે કહ્યું કે ‘ઘટના બની ત્યારે હું ઘટનાસ્થળે હાજર હતો. ઘણા લોકો પાણીના વહેણમાં વહી ગયા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. ઘટના સમયે સેંકડો લોકો હાજર હતા. ઘણા હજુ પણ લાપતા છે.’ બરાઈકે અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા સ્થળ પર પહોંચી ગયા છે.

સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન થયેલા દુર્ઘટનાથી હું દુઃખી છું. હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

આ ઘટનાનો વિડિયો શેર કરતા બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે માલ નદીમાં આવેલા અચાનક પૂરથી ઘણા લોકો વહી ગયાના સમાચારથી તેઓ દુખી છે. તેમણે અધિકારીઓને બચાવના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા અને તકલીફમાં રહેલા લોકોને સહાય પૂરી પાડવા માટે પણ હાકલ કરી હતી. એક ટ્વીટમાં તેણે લખ્યું, ‘હું જલપાઈગુડીના ડીએમ અને મુખ્ય સચિવ પશ્ચિમ બંગાળને તાત્કાલિક બચાવ કાર્ય ઝડપી બનાવવા અને તકલીફમાં રહેલા લોકોને સહાય પૂરી પાડવા વિનંતી કરું છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *