ગાઢ ધુમ્મસે લીધો એક જ પરિવારના 5 લોકોનો જીવ, ટ્રકે રીક્ષાને કચડી નાખતા 7 લોકોના કમકમાટી ભર્યા મોત- ‘ઓમ શાંતિ’

સમગ્ર દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડીને કારણે થીજી ગયા છે. ત્યારે શિયાળા દરમિયાન ધુમ્મસનું પ્રમાણ ખુબ રહેતું હોય છે અને આ…

સમગ્ર દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડીને કારણે થીજી ગયા છે. ત્યારે શિયાળા દરમિયાન ધુમ્મસનું પ્રમાણ ખુબ રહેતું હોય છે અને આ દરમિયાન અકસ્માત(Accident)ના બનાવો પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો બિહાર(Bihar)ના ગયા અને કટિહાર(Katihar) જિલ્લામાં ધુમ્મસએ હાહાકાર મચાવી દીધો છે. સોમવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં એક સાથે 10 લોકોના મોત(10 people died) થયા હતા. આ દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના પણ મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં બે સગા ભાઈઓ પણ સામેલ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ગયા જિલ્લાના ચંદૌટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગયા-તિકરી રોડ પર ધડાકાભેર ટ્રકની ટક્કરથી મોટરસાઇકલ પર જઈ રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોહમ્મદ તંઝીર (22), મોહમ્મદ મિસ્બાહ (20) અને મોહમ્મદ સાદિક અંસારી (67), ટીકરી પોલીસ સ્ટેશન હેઠળના વિશુનગંજ ગામના રહેવાસીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં તંઝીર અને મિસ્બાહ સગા ભાઈ હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પુરપાટ ઝડપે આવતી ટ્રકે રીક્ષાને ટક્કર મારી હતી
કટિહાર જિલ્લામાં સોમવારે રાત્રે એક ઝડપી ટ્રકે રીક્ષાને કચડી નાખતા સાત લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયાં હતાં. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 10 કિમી દૂર નેશનલ હાઈવે 81 પર રાત્રે લગભગ 8.30 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત ઓટોરિક્ષામાં સવાર તમામ લોકોના મોત થયા હતા.

મૃતકોમાં 5 લોકો એક જ પરિવારના છે.
આ દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત કુલ 7 લોકોના જીવ લીધો હતો. આ ઘટનામાં ધનંજય ઠાકુર (35), અરુણ કુમાર ઠાકુર (45), ઉર્મિલા દેવી (40), પલ્લવી પ્રિયા (21) અને આરુષી કુમારી (2) બધા એક જ પરિવારના હતા. આ લોકો ખેરિયાથી ટ્રેનમાં જવા માટે કટિહાર જઈ રહ્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર કર્યો ટ્રાફિક જામ:
આ ઘટના બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રોડ પર આગચંપી કરીને ઉગ્ર દેખાવો કરવા લાગ્યા હતા. એસડીપીઓ ઓમ પ્રકાશ અને કોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને કોઈક રીતે શાંત કર્યા અને રસ્તાની નાકાબંધી હટાવી. ત્યાર બાદ જ વાહનવ્યવહાર ફરી શરુ થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *