તમામ નોકરિયાતો માટે ટેક્સ બચાવવા માટે પોસ્ટ ઓફિસની આ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ યોજના ફાયદાકારક સાબિત થઇ શકે છે. પોસ્ટ ઓફિસની કોઇપણ બ્રાન્ચમાં 100 રૂપિયામાં ખાતું ખોલાવી શકો છો. રોજ 150 રૂપિયા જમા કરવા પર તમને 20 વર્ષ બાદ વ્યાજ સાથે 25 લાખ કરતાં વધારેની રકમ મળશે.
આ મોંઘવારીના જમાનામાં એક સામાન્ય વ્યક્તિની બચત કરવી ખૂબ મુશ્કેલ થઇ જાય છે. પરંતુ નાની બચત દ્વારાલ તમે પણ લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. આ સ્કીમ સરકારની ગેરન્ટી પણ હોય છે. અમે અહીં PPFસ્કીમ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જ્યાં રોજલ 150 રૂપિયાના હિસાબથી રોકાણ કરવામાં આવે તો આશરે 20 વર્ષની નોકરીમાં વધારેમા વધારે 25 લાખ રૂપિયાનું ફંડ તમને મળી જશે. નિષ્ણાંત જણાવે છે કે રોજના ખર્ચમાંથી કેટલાક ગેર જરૂરી ખર્ચ રોકી દઇએ તો 100-150 રૂપિયાની બચત કરી શકાય છે. જ્યારે આ પૈસાને સરકારની નાની બચત યોજનાઓમાં ઉમેરવાથી મોટો ફાયદો મળી શકે છે.
જો તમે 15 વર્ષ માટે રોકાણ કરો તો કુલ રોકાણ થશે 8.10 લાખ રૂપિયા. વાર્ષિક 7.6 % ના કમ્પાઉન્ડિંગના હિસાબે તમારું કુલ ફંડ 15.30 લાખ થઇ જશે. એટલે કે તમને કુલ રોકાણ પર 7.19 લાખ રૂપિયા વધારાનું વ્યાજ મળશે. ખાનગી નોકરિયાતો, વ્યવસાયીઓ અથવા ખેડૂતો કોઇપણ ખાતુ ખોલાવી શકે છે. વયની કોઇ મર્યાદા નથી. તમે તમારા સંતાનોના નામે પણ યોજનાનો લાભ લઇ શકો છો.
જાણો કેવી રીતે મળશે 25 લાખ રૂપિયા
જો તમારી ઉંમર 25 વર્ષ છે તો બેસ્ટ તક છે કે નાની રકમમાં મોટા રિટર્ન મેળવવાનો. નિષ્ણાંત કહે છે કે જો તમારી 30-35 હજાર સુધીની આવક છે તો કોઇ અન્ય બચત સિવાય શરૂઆત પર રોજ 100-150 રૂપિયાના હિસાબથી બચત કરી શકાય છે. આ બચત 45ની ઉંમરમાં તમને 25 લાખ વધારે રૂપિયાનો ફંડ આપી શકે છે. જેનાથી નોકરી કરતા તમે તમારી મોટી જરૂરિયાતો સહેલાઇથી પુરી કરી શકો છો.
જો તમે 150 રૂપિયા રોજની બચતના હિસાબથી પીપીએફમાં રોકાણ કરો છો તો તે 4500 રૂપિયા મન્થલી હશે દર મહિને 4500 રૂપિયા રોકાણ કરવા પર વાર્ષિક રોકાણ 54 હજાર રૂપિયા હશે.
જ્યારે 20 વર્ષમાં કુલ રોકાણ 10.80 લાખ રૂપિયા થઇ જશે 8 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગના હિસાબથી તેમા તમને 20 વર્ષમાં 26.68 લાખ રૂપિયાનું ફંડ તૈયાર મળશે. તમને કુલ રોકાણ પર 15.88 લાખ રૂપિયાનું વધારે વ્યાજ મળશે.
15 વર્ષમાં મળશે 15.83 લાખનું ફંડ:
જો તમે તમારા 150 રૂપિયા રોજની બચતના હિસાબથી પીપીએફમાં રોકાણ કરો છો તો 15 વર્ષમાં કુલ રોકાણ 8.10 લાખ રૂપિયા થઇ જશે.
વાર્ષિક 8 ટકા કમ્પાઉન્ડિંગના હિસાબથી 15 વર્ષમાં તમારું કુલ ફંડ 15.83 લાખ રૂપિયાનું થઇ જશે.
તમને કુલ રોકાણ પર 7.73 લાખ રૂપિયા વ્યાજ મળશે. પીપીએફ એકાઉન્ટના ફાયદા આ એકાઉન્ટને માત્ર 100 રૂપિયાથી ખોલાવી શકાય છે. જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
એકાઉન્ટ ખોલાવતા સમયે જ તેમા નોમિનેશન ફેસિલીટી હોય છે. 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડ પૂરુ થયા બાદ પણ તેને 2 વખત 5-5 વર્ષ માટે વધારી શકાય છે.
તેનાથી થનારી આવક ટેક્સ ફ્રી હોય છે એકાઉન્ટ પર ત્રીજા ફાઇનાન્શિયલ યરથી લોન પણ લઇ શકાય છે બેન્ક, પોસ્ટ ઓફિસ તમારા પીપીએફ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. તે એકાઉન્ટ 15 વર્ષ માટે ખોલી શકે છે. જેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે.
હાલ પીપીએફ પર 7.9 ટકા વ્યાજ દર છે. જે વાર્ષિક કમ્પાઉન્ડેડ છે. પીપીએફમાં મિનિમમ 100 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમા એક ફાઇનાન્સશિયલમાં ઓછામાં ઓછા 500 રૂપિયા રોકાણ કરવું જરૂરી છે. જ્યારે તમે એક વર્ષમાં એકાઉન્ટમાં વધારેમા વધારે 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકો છો.
જરૂરી દસ્તાવેજ
ખાતું ખોલવા માટેનું ફોર્મ પોસ્ટ ઓફિસમાંથી જ મળી જશે.
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
ઓળખના પુરાવા તરીકે વોટર આઇડી, આધાર, પેન કાર્ડ.
રહેઠાણના પુરાવા માટે વીજળીનું બિલ , રેશન કાર્ડ, બેન્કની પાસબુક
ફરિયાદ માટે ઇ-મેલ: rc.ndc@epfindia.gov.in
ટોલ-ફ્રી નંબર: 1800 118 005
સરનામું: 14, ભીકાજી કામા પેલેસ, ભવિષ્યનિધિ ભવન, નવી દિલ્હી – 110066
ધ્યાન આપવા જેવી જરૂરી વાતો:
કોઇ વ્યકિત એક જ PPF એકાઉન્ટ ખોલી શકે છે. કોઇની છેતરીને બીજું ખાતુ ખોલાવ્યા હોવાની જાણકારી મળે તો તેને બંધ કરી દેવામાં આવે છે, તેમાં જમા રાશિ પર કોઇ વ્યાજ નહી મળે.
15 વર્ષ પૂરા થતા જ તમે રૂપિયા નીકાળી શકે છે અથવા તો પાંચ વર્ષનો સમય વધારી શકો છો. તમે રૂપિયા નહીં નીકાળો તો સેવિંગ્સ એકાઉન્ટના દરથી વ્યાજ મળશે.
ખાતામાં ગત વિત્ત વર્ષમાં જેટલી રકમ જમા હશે તેની 25% લોન મળશે જે 36 મહિનામાં ચૂકવવી પડશે, જેના 2% વધારે વ્યાજ આપવુ પડશે.
કોઇપણ કારણોસર વર્ષભરમાં પૈસા જમા નહી કરાવ્યા હોય તો ખાતું સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જો આ રકમ દંડ સાથે ભરવામાં આવશે, તો ફરી ચાલુ કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.