લોકડાઉનમાં ઘરે બેઠા બનાવો માત્ર 10 મીનીટમાં મલાઈ પિસ્તા કેક, એકવાર ચાખીને કાયમ ઘરે બનાવતા થઇ જશો.

હાલ લોકડાઉનમાં લોકો ઘરમાં જ કેદ થઇ ગયા છે જેના કારણે રોજને રોજ એકનું એક જમવાથી લોકો કંટાળી ગયા છે. અને લોકોને કઈ સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. પણ દરેક જગ્યાએ દુકાનો બંધ હોવાથી કઈ મળી શકતું નથી. એટલે આવા સમયમાં ઘરે બેઠા કઈ સ્વાદિષ્ટ જમવાનું મળે એ માટે આજે તમને ઘરે બંને તેવી એક સ્વાદિષ્ટ વાનગી વિષે જાણવા જઈ રહ્યા છીએ.

ખાસ તો બાળકોને આ લોકડાઉનમાં કઈક સારું ખાવાનું બધા કરતા વધારે મન થતું હશે. તો તેમના માટે આજે તેમની ભાવતી વાનગી એવી કેક, કેવી રીતે સરળતા પૂર્વક બનાવી તે તમને જાણવાના છીએ.

આ કેક બનાવવા માટે જોઈતી જરૂરી સામગ્રી:

મેંદો બે કપ

દળેલી કાંડ 3/4 કપ

પિસ્તા અથવા બદામ એસેન્સ ત્રણથી ચાર ડ્રોપ્સ,

મલાઈ ફ્રેશ એક કપ,

પિસ્તા ભૂકો 1/4 કપ,

ગ્રીન કલર સહેજ ,

બેકિંગ સોડા બે ચમચી,

સાજી ફૂલ એક ચમચી,

દૂધ એક કપ,

ક્રશ કરેલ પિસ્તા 1/4 કપ.

મલાઈ પિસ્તા કેક બનાવવાની રીત:

સૌથી પહેલા તો મેંદાને ચાળવો. તેમાં બેકિંગ સોડા તથા સાજી મિક્સ કરી બેથી ત્રણ વખત ચાળો. મલાઈમાં દળેલી ખાંડ હળવે હાથે મિક્સ કરો. તેમાં મેંદો તથા પિસ્તા ભૂકો, એસેન્સ ઉમેરો. કર્શ કરેલ પિસ્તા, કલર ઉમેરો. દૂધ નાખી એક જ દિશામાં દસ મિનિટ માટે મિક્સ કરો. કેકના મોલ્ડમાં ડસ્ટિંગ કરી મિશ્રણ રેડવું. ઉપરથી પિસ્તાથી સજાવી માઈક્રોવેવમાં દસ મિનિટ માટે બેક કરો. ત્યારે બાદ તમે બહાર કરતા પણ સારી એવી કેકનો ઘરે આનંદ માણી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *