નાસ્તામાં બનાવો ફણગાવેલા મગ અને ડુંગળીની ટીક્કી, આંગળા ચાટતા રહી જશે બાળકો

Published on: 5:39 pm, Thu, 19 May 22

આજકાલ લોકો સ્વાદ કરતાં સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપે છે. પરંતુ કેટલીકવાર કેટલીક વસ્તુઓમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો કોમ્બો જોવા મળે છે. ઘણા લોકો નાસ્તામાં ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં સાથે અંકુરિત મગની દાળ અને ચણા ખાય છે.  નાસ્તા માટે તેને ખૂબ જ હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે. હવે તમે ઇચ્છો તો સાંજના નાસ્તામાં ફણગાવેલા મગ પણ સામેલ કરી શકો છો. ફણગાવેલી મગ ટિક્કી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
અડધો કપ અડધો બાફેલા મગ
1/2 કપ બારીક સમારેલી લીલી ડુંગળી

2 ચમચી બારીક સમારેલા લીલા મરચા
1 ચમચી બારીક સમારેલુ લસણ
1/4 કપ ઘઉંનો લોટ

સ્વાદ માટે મીઠું
1/4 ચમચી તેલ
1/2 ટીસ્પૂન ચાટ મસાલો

સ્પ્રાઉટ્સ ટિક્કી બનાવવાની રીત
1. ફણગાવેલા મગને મિક્સરમાં નાખીને પીસી લો. હવે એક બાઉલમાં ફણગાવેલા મગનું મિશ્રણ મૂકો અને લીલી ડુંગળી, મરચા, લસણ બધું સારી રીતે મિક્સ કરો.
2. આ મિશ્રણની ગોળ ચપટી ટિક્કી બનાવો.

3. હવે એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને તેલ લો અને તેને બધી બાજુથી લગાવો.
4. પછી ટિક્કીઓને તવા પર મૂકો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.