આજના આ લેખમાં અમે તમારી માટે લઈને આવ્યા છીએ સીંગદાણા અને બટેટાની ખીચડી. જેને તમે આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમાં સહેલાઈથી ઘરે બનાવી શકો છો અને ખાઈ શકો છો.
બનાવવાની રીત
સૌપ્રથમ તમારે ટામેટા અને લીલાં મરચાં લેવાના રહેશે. ત્યારબાદ છાલ ઉતારેલા બટેટા ની જરૂર પડશે. આ બટેટાને બાફવા ના રહેશે.બાપ થી વખતે બટાટાના કટકા કરી નાખો અને તેને કુકરમાં બાફવા માટે મૂકો. ત્યારબાદ કાચા સીંગદાણા લો અને તેને ખાંડણીમાં નાખી ખાંડી નાખો. તેમાં સિંગનો મિડીયમ સાઈઝ નો ભૂકો કરી લો.
ત્યારબાદ મરચા ને ક્રશ કરી લો. ટમેટાને ઝીણા ટુકડામાં સમારી લો. ત્યારબાદ બાફેલા બટેટાને પણ છૂંદી લો.
ત્યારબાદ તપેલામાં થોડું વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં સૌપ્રથમ આખું જીરું નાખો. જીરાને થોડીવાર માટે ચઢવા દો. ત્યાર બાદ લીમડો, ટામેટા અને મરચા તેમાં નાખી દો. થોડીવાર માટે આ તમામ વસ્તુઓ ને સારી રીતે સાંતળો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ બાફેલા બટાકા તેમાં એડ કરો. ત્યારબાદ તેને બરાબર રીતે મિક્સ કરી લો.હલાવતી વખતે બટેકા નીચે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. તેમાં થોડી હળદર ઉમેરો.
ત્યારબાદ લાલ મરચાનો પાવડર એડ કરો. ત્યારબાદ ખાન્ડેલા સિંગદાણાનો ભૂકો તેમાં એડ કરો.સામાન્ય રીતે આપણે વઘાર કરતી વખતે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ ખીચડીમાં પાણીની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ કરીશું. છાશ ને એડ કર્યા બાદ તેને બરાબર હલાવો. ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ જેટલા ટાઈમ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો. તેમજ ગળપણ માટે થોડી માત્રામાં ખાંડ ઉમેરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP