Malaika Arora car accident: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા(Malaika Arora) નવી મુંબઈ(Mumbai)ના પનવેલ(Panvel) વિસ્તારમાં રોડ અકસ્માત(accident)માં ઘાયલ થઈ છે. અકસ્માત બાદ તેને અપોલો હોસ્પિટલ(Apollo Hospital)માં દાખલ કરવામાં આવી હતી. ઘટનાની પુષ્ટિ કરતા બહેન અને અભિનેત્રી અમૃતા અરોરાએ કહ્યું કે મલાઈકાની હાલત પહેલા કરતા સારી થઈ રહી છે.
શનિવારે બપોરે મલાઈકા અરોરાએ એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર ઈવેન્ટના તેના ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે, તેમની રેન્જ રોવર કાર મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 38 કિમી પોઈન્ટ પર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના કાર્યકરોના કાફલાની કોમર્શિયલ કાર સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં મલાઈકાના ચહેરા પર ઈજા થઈ હતી. એમએનએસના કાર્યકરોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે MNS કાર્યકર્તા રાજ ઠાકરેની સભામાં હાજરી આપવા પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માત અકસ્માતગ્રસ્ત વિસ્તારમાં થયો હતો.
બુધવારે સાંજે થયેલા અકસ્માતમાં મલાઈકા અરોરાને ટાંકા આવ્યા છે. મલાઈકાને આખી રાત હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી હતી. તેને કદાચ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ખોપોલી પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ક્રેશ થયેલા ત્રણ વાહનોના રજીસ્ટ્રેશન નંબર મળી આવ્યા છે. પોલીસ એફઆઈઆર નોંધીને અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. અકસ્માત સમયે મલાઈકાની કાર બાકીની બે કારની વચ્ચે જઈ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.