જોસેફ મનુ(Joseph Manu): સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર જોસેફ મનુ જેમ્સનું 26 ફેબ્રુઆરી રવિવારના રોજ માત્ર 31 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. 24 ફેબ્રુઆરીએ એર્નાકુલમ જિલ્લાના અલુવાની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 31 વર્ષના જોસેફની તબીયાર ખરાબ હતી અને તેને રાજાગીરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સ્ટાફ મેમ્બરે જણાવ્યું કે, જોસેફને ન્યુમોનિયા છે. જોસેફની પહેલી આગામી ફિલ્મ ‘નેન્સી રાની’ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી. જોસેફના નિધનથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચાહકો પણ ખૂબ દુઃખી છે.
આહાના કૃષ્ણા અને અર્જુન અશોકને જોસેફ મનુની પ્રથમ ફિલ્મ નેન્સી રાનીમાં કામ કર્યું હતું. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોસેફ મનુની ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં હતી. આ ફિલ્મમાં આહાના કૃષ્ણકુમાર, અર્જુન અશોકન, અજુ વર્ગીસ, શ્રીનિવાસન, ઈન્દ્રાન્સ, સની વેઈન, લેને, લાલ અને અન્ય વરિષ્ઠ કલાકારો પણ છે.
શોક વ્યક્ત કરતા અજુએ જોસેફની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, “ભાઈ બહુ જલ્દી ચાલ્યા ગયા.” જણાવી દઈએ કે, જોસેફ મનુએ 2004માં એક એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેણે સાબુ જેમ્સની ફિલ્મ ‘આઈ એમ ક્યુરિયસ’ માં બાળકની ભૂમિકા ભજવી હતી.
ત્યાર બાદ, તેણે પોતાની મહેનતના આધારે મલયાલમ અને કન્નડ સિનેમા ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવ્યું અને સહાયક નિર્દેશક બન્યા. જોસેફની પત્નીનું નામ મનુ નૈના છે. જોસેફના અંતિમ સંસ્કાર રવિવાર (26 ફેબ્રુઆરી)ના રોજ બપોરે 3 વાગ્યે કુરાવિલંગડના મેજર આર્ચીપીસ્કોપલ માર્થ મરિયમ આર્ચડેકોન ચર્ચમાં કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.