ગીર સોમનાથ(ગુજરાત): સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથમાં હાલ એક હૃદયદ્રાવક ઘટના બનવા પામી છે. જાણવા મળ્યું છે કે, અહી એક જ પરિવારના પિતા અને બે પુત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. માલધારી પિતા તથા બે પુત્રો પોતાના ઘેંટાને નવડાવવા માટે તળાવે લઈ ગયા હતા. જ્યાં નાના પુત્રનો પગ લપસ્યો હતો. જેથી તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોકે, પિતા તેને બચાવવા જતાં તે પણ ડૂબી ગયા હતા.
આમ, ભાઈ અને પિતાને બચાવવા જતાં મોટો પુત્ર પણ પાણીમાં ડૂબ્યો હતો. આમ ત્રણેયનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. એક સાથે ત્રણ સભ્યો ગુમાવતા રબારી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો અને આખા ગામમાં મોતનો માતમ પ્રસર્યો હતો.
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉના બાયપાસ નેશનલ હાઇવે, સરકારી છાત્રાલયની સામે ઠીકરીયા ખારા વિસ્તારમાં તળાવ આવેલું છે. આ તળાવમાં આજે રવિવારે બપોરના 1:45 વાગ્યે ઉનાના મોટા ડેસર ગામના વતની 70 વર્ષીય ભોપાભાઈ જેઠાભાઈ ગળચર અને તેમના બે પુત્રો 45 વર્ષીય પાલાભાઈ ભોપાભાઈ ગળચર અને 34 વર્ષીય ભીમાભાઈ ભોપાભાઈ ગળચર તેઓ પોતાના ઘેટાં બકરા ચરાવતા હતા.
તેઓ ઘેટાં બકરાને તળવાના કાંઠે નવડાવતા હતા. આ સમેય ભીમાભાઈનો પગ લપસી ગયો હતો. જેથી તેઓ ડૂબવા લાગ્યા હતા. ભીમાભાઈને ડૂબતા જોઈને તેને બચાવવા માટે પિતા ભોપાભાઈ પણ તેને બચાવવા તળાવમાં ઉતર્યા હતા. જોકે, તેઓ પણ ડૂબવા લાગ્યા હતા. બંનેને બચાવવા માટે મોટો પુત્ર પાલાભાઈ પણ તળાવમાં ઉતર્યા હતા. આમ ત્રણે તળાવમાં ડૂબી ગયા હતા. તળાવના કિચડવાળા પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા હોવાનું સામે અવાયું છે.
જાણવા મળ્યું છે કે, આ ત્રણેય પિતા પુત્ર ઉનાના મોટા ડેસર ગામના રબારી પરિવારના હતા. એક સાથે પિતા અને પુત્રોનું મોત થતાં રબારી પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. ઘરના મોભી એવા ત્રણે સભ્યોનું મોત થતાં આખો રબારી પરિવાર વેરવિખેર થઇ ગયો હતો. અને ઘરના અન્ય સભ્યો તેમજ નાના ભૂલકાઓએ પણ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. જાણવા મળ્યું છે કે, પિતા-પુત્રોના મોતથી રબારી પરિવારના આક્રંદથી આખું ગામ હચમચી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.