સુરત ગ્રીષ્મા હત્યાકાંડ બાદ વડોદરામાં સગા ભાઈએ જ બહેનને ચપ્પુના ઘા જીક્યાં- વિડીયો જોઈ ફેનિલની યાદ આવી જશે

ગુજરાત(Gujarat): સંસ્કારી નગરી વડોદરા(Vadodara)માં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટના સામે આવી રહી છે, જેમાં વડોદરા નગરીને શરમથી નીચે ઝૂકવું પડી રહ્યું છે. સંસ્કારી નગરીમાં જ હવે સંસ્કારો ખૂટી પડ્યા છે. જેમાં માતા દીકરી પર તો ભાઈ બહેન પર હુમલો કરવાના હિંસક અને કાળજું કંપાવી દે તેવા બનાવો બની રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના ખટંબા(Khatamba) ગામમાં યુવક દ્વારા પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો(Attack) કરવામાં આવ્યો હતો અને જાહેરમાં જ યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. બે દિવસ પહેલા યુવકે કરેલા હુમલાનો વિડીયો વાયરલ(Video viral) થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ક્રિષ્ણા વિલામાં રહેતા અને ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ આર્થિક સંકડામણના કારણે આ પ્રકારની હરકતો કરી હતી. યુવક દ્વારા પોતાની બહેન પર હુમલો કરવામાં આવતો હતો, ત્યારે તે દીકરી બુમો પાડીને પોતાની માતાને જોર જોરથી બોલાવી રહી રહી હતી. આજુબાજુમાં ઉભા રહેલા લોકો પણ ફક્ત બૂમો જ પાડી રહ્યા હતા. પરંતુ કોઈ પણ વ્યક્તિ વચ્ચે પડીને યુવક પાસેથી યુવતીને છોડાવવા આગળ આવ્યો ન હતો. દર્દનાક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, ભાઈ જ્યારે પોતાની જ બહેન પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તે હેવાનની જેમ તૂટી પડ્યો હતો. તેને કોઈ પણ પ્રકારનું ભાન ન હતુ કે તે શુ કરી રહ્યો છે. તે કોઈ રાક્ષસની જેમ બહેન પર ચાકૂ વડે તૂટી પડ્યો હતો.

આ ઘટનાને લઈને માતાએ વરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ પછી પોલીસ દ્વારા આરોપી દીકરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારને યુવક માનસિક તણાવમાં જીવતો હતો, તેથી તેણે પોતાની જ બહેન અને માતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *