પધારો મેઘરાજા! ગુજરાતના આ વિસ્તારોમાં 4 દિવસ સુધી વરસશે વરસાદ- હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પછી  હવે ધીરે-ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યમાં આજે વરસાદની આગાહી(Rainfall forecast) વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોના કારણે ઠંડકનો અનુભવ થશે.

વધુ 4 દિવસ વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજથી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 11 જૂન સુધી વરસાદ પડી શકે છે. આજે અને કાલે વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આવતીકાલે અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે. તા.10 અને 11 જૂને ભાવનગર, અમરેલીમાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તા.11 જૂને સુરત, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થાય તે પહેલાં ગઇ કાલે અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ત્યાર પછી સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ ખાબક્યો હતો.

અમરેલીના સાવરકુંડલા તાલુકાના વંડા, શેલના, ઘોબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જેના લીધે શેલણાની સૂતિશેલ નદી ફરી જીવંત બની હતી અને પૂર જેવાં દ્રશ્યો જોવા મળ્યા હતાં. સતત 42 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન પછી અચાનક આવેલા વરસાદના કારણે વાતવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *