હાલ એક ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. એક યુવકને તેની ગર્લફ્રેન્ડના પરિવારજનોએ ચોર સમજીને ઢોર માર માર્યો હતો. ‘ઘરે કોઈ નથી, આવી જા…’ આવો ફોન આવતા યુવક તેની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો, પરંતુ પ્રેમીને ઘરે જઈ ખબર પડી કે મોટી ગેમ રમાઈ ગઈ છે. પ્રેમીના ઘરે પહોચતા જ પરિવારના સભ્યોએ તેને પકડી લીધો હતો, અને મારી મારીને ભૂત બનાવી દીધો હતો. ત્યારબાદ યુવકને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને સારી સારવાર માટે અન્ય કોઈ જગ્યાએ રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
‘ગર્લફ્રેન્ડ’એ જ તેના બોયફ્રેન્ડને માર ખવડાવ્યો…
અહેવાલ મુજબ, મામલો બાંદાના બિસંડા પોલીસ સ્ટેશન હેઠળનો છે. ઘાયલ યુવક કાર્યક્રમોમાં ડીજે માટે ઓર્ડર લે છે. ઓર્ડર લીધા પછી ડીજે પણ વગાડવા જાય છે. યુવકે જણાવતા કહ્યું કે, રાત્રે હું એક કાર્યક્રમમાંથી પાછો ફરી રહ્યો હતો. યુવકના કહેવા મુજબ તેની ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો હતો. ગર્લફ્રેન્ડે કથિત રીતે ફોન પર જણાવ્યું હતું કે, “મમ્મી અને પપ્પા ઘરે નથી તો તું જલ્દી આવી જા.”
યુવક તેની ગર્લફ્રેન્ડને ઘડિયાળ ગિફ્ટ કરવા માંગતો હતો, તેથી બુલાવો આવતા જ તે ઘડિયાળ સાથે પ્રેમિકાના ઘરે પહોચ્યો હતો. પ્રેમી પ્રેમિકાના ઘરના દરવાજો ખોલ્યો અને અંદર જવા લાગ્યો. પરંતુ ગર્લફ્રેન્ડ ખોટું બોલતી હતી. ઘરમાં પરિવારના સભ્યો હતા. યુવતીના પિતા અને ભાઈઓએ યુવકને જોયો અને તેને ચોર સમજીને માર માર્યો. ધમાલ સાંભળીને પડોશીઓ એકઠા થઈ ગયા. કોઈક રીતે મામલો શાંત પડ્યો. પરિવારજનોને સમજાવ્યા હતા. આ પછી પીટાયેલા યુવકે બધી વાત કહી.

ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ આનંદ કુમારે જણાવ્યું કે, “પીડિત યુવકની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.