બિહાર ના અરવલ માં દોસ્તો ની સાથે સસુરાલ જમાઈ ને બાળકો નો ચોર સમજીને ગામ લોકોએ પકડી લીધો. અને ત્યારબાદ તેને ખુબજ ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ ગામલોકોએ તેને ગાડી ને પણ આગ લગાવી દીધી સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ગામલોકો પાસેથી યુવકને છોડાવ્યો અને યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તે સમયે અમુક શરારતી લોકો દ્વારા પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
માછલી પકડવા માટે બેઠા હતા ત્રણ મિત્રો.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ગયા જિલ્લામાં આવેલ અલીપુર વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર પાસવાન નું સસુરાલ ધરમોલ ગામમાં આવેલું છે. ધર્મેન્દ્ર તેના સાળા ને પૂછ્યું હતું કે, ત્યાં રહેલ પુનપુન નદીમાંથી માછલીઓ મળી રહે છે? તે દરમિયાન સાળાસાહેબ એ હા પાડી હતી. જેના કારણે ધર્મેન્દ્ર સસુરાલ માછલી પકડવા માટે પહોંચ્યા હતા.
ધર્મેન્દ્ર તેની સાથે તેના બે મિત્રો ને લઈને સસુરાલ ગયા હતા. ત્રણેય મિત્રો એક સાથે માછલી પકડવા માટે નદી કિનારે પહોંચ્યા. નદી કિનારે અન્ય લોકો પણ માછલી કરવા માટે આવ્યા હતા. તે સમયે ધર્મેન્દ્રના એક મિત્રએ નદી કિનારે આવેલ કોઈ વ્યક્તિને પૂછ્યું કે, નિશાળ માં ક્યારે રજા પડે છે. ગામ લોકો એવું સમજ્યા કે, આ ત્રણ લોકો બાળકોની ચોરી કરવા માંગે છે.જેના કારણે ગામની વચ્ચે જઈને ત્રણેય મિત્રો વિશે લોકોને વાત કરી.
અફવા ફેલાતા ગ્રામીણ ઓએ ત્રણે મિત્રોને ઘેર્યા.
અફવા ફેલાતા ગ્રામીણ ઓએ ત્રણે મિત્રોને ઘેર્યા. અને ત્યારબાદ લાઠીચાર્જ કર્યો.માત્ર એટલું જ નહીં પરંતુ ગામલોકોએ તેને ગાડી ને પણ આગ લગાવી દીધી સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ગામલોકો પાસેથી યુવકને છોડાવ્યો અને યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તે સમયે અમુક શરારતી લોકો દ્વારા પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.