દિલ્હીની બોર્ડર પર હાથ પગ કાપી યુવકને લટકાવી માર્યો ઢોર માર, સરકારના મૌન પર સોશિયલ મીડિયામાં ફાટી નીકળ્યો રોષ

દિલ્હી-હરિયાણા બોર્ડર(Delhi-Haryana Border) પર સોનીપત(Sonipat) જિલ્લાની સિંઘુ બોર્ડર(Singhu Border) પર એક યુવાનને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર્યા ગયેલા યુવક પર ગુરુ ગ્રંથ સાહિબ(Guru Granth Sahib) સાથે છેડછાડ કરવાનો આરોપ છે. ત્રણ કૃષિ કાયદા(Three agricultural laws)ઓ રદ કરવાની માંગણી કરનારા ખેડૂતોના વિરોધના મુખ્ય સ્થળ પાછળ એક યુવાનનો મૃતદેહ બાંધીને લટકતો જોવા મળ્યો છે. લાશને જોઈને સ્પષ્ટ થાય છે કે તેની તોડફોડ કરવામાં આવી છે અને ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું.

હાલમાં મૃતકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ લખબીર સિંહ છે જે પંજાબના તરનતારનનો રહેવાસી હતો. તે આશરે 35 વર્ષનો હતો અને મજૂરી કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, સ્ટેજ પાસે તેને પકડીને હત્યા કરવામાં આવી છે. લખનબીર સિંહને હરનમસિંહે દત્તક લીધો હતો જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો. લખબીરના જૈવિક પિતા દર્શન સિંહ છે, જેનું નિધન થયું છે. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.

હત્યા બાદ વીડિયો થયો વાયરલ:
વાયરલ વીડિયોમા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, જે માણસ ગુરુગ્રંથ સાહિબનું અપમાન કર્યું છે એટલે તેના હાથ અને પગ કાપીને લટકાવી દેવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં નિહંગો વ્યક્તિનાં હાથ પગ કાપ્યા બાદ વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં સાથે નિહંગો તેને કહી રહ્યા છે કે, તું તડપી તડપીને જ મરીશ. જોકે હવે આ વીડિયોના આધારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું.

સોશ્યલ મીડિયામાં મોદી સરકાર પર ઉઠી રહ્યા છે અનેક સવાલ, શું સરકાર હજુ પણ ચુપ બેસશે?
જોકે હાલમાં આ મામલે સરકારની અને પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે. જો દેશની રાજધાની દિલ્હીની પાસે જ આ પ્રકારનું આંદોલન ચાલી રહ્યું હોય અને ત્યાં જ કાયદો વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા ઉડતા હોય તો સરકાર શું કરી રહી છે? અને દિલ્હી પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરે છે કે નહીં? તેના પર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલ ઉઠી રહ્યા છે.

દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આ ઘટના બાદ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જોકે આ ઘટના ઘટ્યા બાદ ઘણા વિપક્ષના તમામ નેતાઓને આ ઘટનાની જાણ જ ન હોય તેવું લાગી રહ્યું છે તેવું પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. ક્રૂર હત્યાની ઘટના બાદ સોશ્યલ મીડિયામાં લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સવાલ કરી રહ્યા છે કે ભાજપ સરકાર શું માત્ર બોલવા માટે જ છે? સરકાર દ્વારા કાયદાકીય રીતે દોષિતોને સજા મળવી જોઈએ તેવી માંગ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *