છત્રી લઈને આવેલ વ્યક્તિ ATM તોડ્યા વગર ચોરી ગયો અધધધ… લાખો રૂપિયા, જુઓ સીસીટીવી ફૂટેજ

ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી (Surat)  આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એટીએમ મશીન તોડ્યા વગર જ ચોવીસ લાખ રૂપિયાની ચોરી થઈ છે. કોઈ વ્યક્તિ પાસે એટીએમનો પિન નંબર હોય તો આવું થવું શક્ય છે, ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે. પીન નંબરથી ATM ખોલીને ચોરી કરી હોવાની પોલીસને શંકા છે.

આ સમગ્ર ઘટના સુરત શહેરના અડાજણ ચાર રસ્તા નજીક આવેલ ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના (SBI) ટીએમમાંથી 23 ઓગસ્ટના રોજ ભરબપોરે રેઇનકોટ પહેરીને અને માથા પર છત્રી રાખીને આવેલા અજાણ્યા વ્યક્તિએ માત્ર 3 મિનિટની અંદર જ એટીએમમાંથી રોકડા 24.20 લાખ રૂપિયાની ચીરી કરી હતી અને બેગમાં ભરી રવાના થઇ ગયો હતો. ચોરી કરનાર જાણભેદુ હોવાની શક્યતા છે.

આ સમગ્ર ઘટના અંગે અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઝોન 4 ડીસીપી પ્રશાંત સુબેને તેઓએ જણાવ્યું કે, ATM મશીનમાં શનિવારે રૂપિયા નાંખવામાં આવ્યા હતાં, તે સમયે એટીએમમાં 40,00,000 રૂપિયા હતાં. ઘટનાસ્થળે પહોંચી પોલીસે CCTV ની તપાસ કરી તો ગત 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા ને 38 મિનીટે એક વ્યક્તિ એટીએમ રૂમમાં પ્રવેશે છે. આ વ્યક્તિએ રેઈનકોટ પહેર્યો છે, સાથે જ તેનું મોઢું ન દેખાય તે માટે માથા પર છત્રી રાખી હોય છે. માત્ર છ થી સાત મિનીટમાં તે બહાર નીકળી જાય છે. આ જ વ્યક્તિ ATM ને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર રૂપિયા લઈ જાય તેવું દેખાય રહ્યું છે.

આ વ્યક્તિના ગયા બાદ ATMમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું હતું જેના આધારે એ વાતનો ખ્યાલ આવ્યો કે, કોઈએ એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી છે. બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. બેંકના મેનેજરની ફરિયાદ લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, એટીએમ તોડ્યા વગર રૂપિયા કાઢવામાં આવ્યા છે, જેથી કોઈ જાનભેદુએ જ રૂપિયા કાઢી લીધા હોય તે શક્ય છે. ત્યારે લોકોના નિવેદનો અને સીસીટીવી ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે કામગીરી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *