ગુજરાત: હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ બેકાબુ બાઇક ઘુસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત

દેશમાં જેમ-જેમ કોરોનાના વ્યાપમાં જેમ વધારો થતો જઈ રહ્યો છે એ જ રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ સમગ્ર દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે કેટલાંક લોકોને એકના એક દીકરાનો તેમજ કોઈકને પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

અમદાવાદ – ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે ઉભેલા ટ્રકની પાછળ બાઇક અથડાતાં ચાલકને ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતું. મૂળ દાહોદના તથા તારાપુરમાં રહી, નોકરી કરતાં મુકેશભાઇ ડાહ્યાભાઇ કટારા સોમવારે નોકરી પર જઇ રહ્યા હતા.

તેઓ કઠલાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. હાઇવે પર એક ટ્રક બંધ હાલતમાં ઉભો હતો. ટ્રકની લાઇટ અથવા તો અન્ય કોઇ આડશ ન હોવાને કારણે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલ મુકેશભાઇ ટ્રકની પાછળના ભાગે અથડાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ મામલે ડાહ્યાભાઇ કટારાની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે ટ્રકચાલકની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. મળેલ જાણકારી પ્રમાણે, અમદાવાદ – ઇન્દોર હાઇવે પર કઠલાલ ઓવર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર બંધ હાલતમાં ઉભેલા ટ્રકની પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.

ઘટનાની જાણ કઠલાલ પોલીસને થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મૃતક બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલની સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે. કઠલાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *