ભચાઉ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- ઘટના સ્થળે જ કારમાં સવાર આટલા લોકોના મોત

હાલ અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતાં હોય છે. આ દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માત…

હાલ અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતાં હોય છે. આ દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માત સાથે આવ્યો છે જેમાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં એક મહિલાનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છના નાની ચિરઇ ધોરીમાર્ગ પર કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કારમાં સવાર દપંતી ઈજાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પત્નીનું મોત નિપજ્યું હતું જયારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

ભચાઉ પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ રાત્રે 1:15 વાગ્યે ગાંધીધામ ભચાઉ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાની ચિરઈ ગામ પાસે અકસ્માતનો સર્જાયો હતો. જેમાં ભચાઉ બાજુથી ગાંધીધામ તરફ જતી સ્કોર્પિયો કાર ટ્રક સાથે અથડાઈ જવાથી કારમાં સવાર દિવ્યાબેન હિતેશભાઈ ગઢવીનું સારવારમાં ખસેડતી વખતે મૃત્યુ નીપજ્યું હતું. અને હિતેશભાઈ ગઢવીને ગંભીર અવસ્થામાં ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. દિવ્યાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભચાઉ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ ભીમસરના અને હાલ ગાંધીધામના સુભાષ નગર ખાતે રહેતા હિતેશભાઈ પત્ની દિવ્યબેન સાથે રાપર તાલુકાના ખોડાસર ગામે સસરાના ઘરે મળવા ગયા હતાં. આ દરમિયાન રાત્રે ઘરે જતી વખતે આ દંપતીને અકસ્માત નડ્યો હતો. જેમાં દિવ્યબેને તેમના પ્રાણ ગુમાવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *