આજ નો સમય એટલે ટેક્નોલીજી નો સમય. આજના સમયમાં ખુબ જ જડપથી ટેક્નોલીજીમાં વધરો થઇ રહ્યો છે. સાથે સાથે પહેલા ટેક્નોલીજી ઓછી હતી એટલે તેનો ભાવ પણ ખુબ વધુ હતો અને બનાવામાં આવતી કોઈ પણ વસ્તુ પણ ખુબ ઓછા લોકો ખરીદી શકતા હતા. પણ આજના સમયમાં ટેક્નોલીજી ખુબ સસ્તી અને ખુબ વધારો થયો છે, પણ તેના કારણે જે ટેક્નોલીજીમાં નબળાઈ આવી છે તેણે લોકો ભોગવી રહ્યા છે.
ઓડીસામાં એક યુવક સાથે મોબાઈલ ફાટવાથી એક યુવક નું મૃત્યુ થયું છે. ઓડિશાના જગતપુર જિલ્લામાં ચાર્જિંગ દરમિયાન વિસ્ફોટથી એક 22 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, રવિવારે રાત્રે યુવાન પારાદીપમાં એક ઓરડામાં ઊંઘ્યો હતો, એ જ સમયે ચાર્જિંગમાં લગાવેલા મોબાઇલમાં વિસ્ફોટ થયો.
મૃત્યુ પામેલા યુવકની ઓળખ કુના પ્રધાન તરીકે થઈ છે. પ્રધાન રાજ્યના નયાગઢ જિલ્લાના રાનપુર ગામનો રહેવાસી હતો. તે પારાદીપમાં જન્નાથ મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરી કરતો હતો, મંદિરનું નિર્માણ જગન્નાથ ટ્રક ઓનર્સ એસોશિએશન દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
એ.સિ.સિ.એશ.ના અધ્યક્ષ છૈલા ચંદ્ર જેનાએ કહ્યું કે, સૂચના મળતાં જ સવારે લગભગ 5 વાગે તેઓ ત્યાં પહોંચ્યા અને પોલીસને સૂચના આપી. જગતસિંહપુર પોલીસે કેસ દાખલ કર્યો અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. જો આવી જડપી ટેક્નોલોજી અને તેનાથી થતા નુકશાનથી બચવું હોય તો આપણે દરેક પગલેને પગલે વિચારી ને કામ કરવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.