3 કિલોનું બર્ગર માત્ર ચાર મીનીટમાં ઝાપટી ગયો આ યુવક- વિડીયો જોઇને થઇ જશો હેરાન

લાસ વેગાસ: તમે ઘણા એવા લોકો જોયા હશે જેને ખાવાના શોખીન હોય છે પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે કહી રહ્યાં છીએ. જેને ફક્ત 4 મિનિટ અને 20 સેકેન્ડના રેકોર્ડ ટાઇમમાં 20 હજાર કેલરીનું બર્ગર ખાઈ ગયો હતો. મેટ સ્ટોની octuple bypass Challengeમાં ભાગ લેવા માટે લાસ વેગાસમાં આવેલ રેસ્ટોરન્ટ Heart Attack Grill ગયો હતો. આ બર્ગરમાં 40 બેકન સ્લાઇસ, 8.5 પેટીસ, 16 ચીઝ સ્લાઇ, એક આખી ડુંગળી, બે ટામેટા, મરચા અને બન્સ હતાં. આ બર્ગરનો વજન અંદાજે 2.94 કિલોગ્રામ હતો.

મળતી માહિતી અનુસાર, octuple bypass બર્ગરની કિંમત 24.02 ડોલર છે અને તેણે 40 બેકન સ્લાઇસ માટે વધારાના 7.39 ડોલર ચુકવવા પડ્યાં હતાં. સોશિયલ મીડિયા પર બર્ગરના સ્વાદનો આનંદ માણતા મેટનો વીડિયો માત્ર 4 મિનિટમાં વાયરલ થઇ ગયો હતો. ફેમસ કોમ્પીટીટીવ ઇટર આ વીડિયોમાં બર્ગરને ત્રણ ભાગમાં વહેચતો જોવા મળે છે. ત્યારબાદ જોતજોતામાં તેણે આ બર્ગર પૂરું કરી નાખ્યું હતું. તેને માત્ર આ બર્ગર પૂરૂ કરવામાં 4 મિનિટ અને 10 સેકેન્ડનો સમય લાગ્યો હતો અને જજે ઘોષણા કરી દીધી કે મેટે આ ચેલેન્જ પૂરી કરી છે. આ રેકોર્ડ 26 જુલાઇના રોજનો હતો.

આ પહેલાનો રેકોર્ડ બર્ગર પૂરુ કરવાનો 7 મિનિટ અને 42 સેકેન્ડનો હતો. આ રેકોર્ડ કોમ્પિટિટિવ ઇટર મિકિ સુડોએ સેટ કર્યો હતો. જે Grillનો એમ્પ્લોયી પણ હતો. મેટ એ Major League Eatingમાં ચોથા નંબરનો કોમ્પિટિટિવ ઇટર છે. તેણે Nathan’s Hot Dog Eating Contest  2015માં જીતી હતી.

તેના વેઇટ સ્કેલ માટે The Heart Attack Grillએ જાણીતું છે. તેની બહાર બોર્ડ મારવામાં આવ્યું છે કે, 350 પાઉન્ડથી વધુ વજન ધરાવતા વ્યક્તિને ફ્રી ફૂડ મળશે. Grillના સૌથી મોટા બર્ગર Quadruple Burgerને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ‘સૌથી વધુ કેલરી ધરાવતા બર્ગર’ તરીકેનું સ્થાન પણ આપવામાં આવ્યું છે. જેનું વજન 1.36 કિલોગ્રામ હતું અને તેમાં આશરે 10 હજાર કેલરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *