એક બેશરમ વ્યક્તિની હરકતતો જુઓ. આ યુવક કોઈક રીતે ગર્લ્સ પીજીના એક રૂમમાં ઘૂસી ગયો અને આશરે 7 મિનિટ સુધી ત્યાં રહ્યો. આ દરમિયાન તેણે ત્યાં બેશરમીની હદને પાર કરી હતી. બેડ પર સુતેલી અને આ બધી બાબતોથી અજાણ યુવતીને તેનો ખ્યાલ પણ ના આવ્યો. પરંતુ, CCTV ફુટેજના આધારે આ વાતનો ભાંડો ફુટ્યો હતો. ખૂબ જ હેરાન, સ્તબ્ધ કરનારો અને હોસ્ટેલમાં છોકરીઓની સુરક્ષા પર સવાલ ઊભા કરનારો આ મામલો અમદાવાદનો છે.
આ લંપટ વ્યક્તિ 14 જુનની રાત્રે આશરે 12.50 વાગ્યે એક પીજીમાં છતના રસ્તે દાખલ થયો. ત્યારબાદ તે વ્યક્તિએ ત્રીજા માળના એક ફ્લેટનો દરવાજો ખુલ્લો જોઈ તે ફ્લેટમાં ઘૂસી ગયો. ત્યારબાદ સામે કાઉચ પર સૂતેલી કેરટેકરને આપત્તિજનકરીતે સ્પર્શ કરવા માંડ્યો.
જ્યારે તેને ખ્યાલ આવ્યો કે કેરટેકર આખા દિવસના કામ અને થાકને કારણે ભર ઊંઘમાં છે અને જાગશે નહીં, તો તેણે કોઈપણ પ્રકારના ડર વિના કેરટેકર સાથે ગંદી હરકતો કરવા માંડ્યો. તેના શરીર પર આપત્તિજનકરીતે હાથ ફેરવવા માંડ્યો, છેડછાડ કરવા માંડ્યો.
એટલું કરવા છતા ડરવાનું તો દૂરની વાત છે. પરંતુ આ વિકૃત વ્યક્તિ ત્યાં જ ઊભો રહીને માસ્ટરબેટ પણ કરવા માંડ્યો. આશરે 3 મિનિટ બાદ 12.53 વાગ્યે તે બહાર નીકળ્યો, પરંતુ તે ત્યાંથી ગયો નહીં, થોડીવાર દરવાજાની બહાર ઊભો રહ્યો. આસપાસની પરિસ્થિતિ તપાસી. પછી પાછો જતો રહ્યો. આટલામાં એના નાપાક ઈરાદા એટલા વધી ચુક્યા હતા કે તે પીજીમાં છોકરીઓના રૂમ સુધી પહોંચી ગયો.
રૂમમાં કુલ 5 છોકરીઓ હતી. સંજોગોવશાત તે સમયે એક છોકરી જાગી રહી હતી અને તેણે આ વિકૃત લંપટને જોઈ લીધો. છોકરીએ બુમો પાડી અને તેનો પીછો કર્યો. પરંતુ, તે લંપટ ત્યાંથી ભાગી નીકળ્યો.આ ઘટના બાદ પીજીની છોકરીઓમાં ડર અને ગુસ્સો છે.
જે ફ્લેટમાં આ ઘટના બની છે તેમાં 4 ફ્લેટમાં 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે. એક યુવતી જાગતી હોવાથી કોઈ પણ યુવતી સાથે અણબનાવ બનતા રહી ગયો હતો. પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટના બની છે. આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેથી હવે અન્ય પીજીમાં રહેતી યુવતી અને તેના માલિકોએ જાગવાની જરૂર છે.
અમદાવાદમાં પીજીમાં યુવતીની છેડતી મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાનમાં મોડી રાત્રે ધૂસીને યુવકે હોલમાં સુતેલી પીજીની કેરટેકર યુવતીની છેડતી કરી હતી. છેડતી કર્યા બાદ યુવકે મહિલાની સામે જ અશ્લિલ હરકત કરી હતી. 14 જૂને બનેલી આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા બાદ મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.